ગુજરાત રાજ્યના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. આવા વરસાદી માહોલ વચ્ચે જામનગરમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. જામનગરના સપડા ગામ નજીક આવેલા સપડા ડેમમાં ન્હાવા પડેલા એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત પાંચ લોકોના પાણીમાં ડૂબી જવાના કારણે મોત થયા છે. મૃતકોમાં બે મહિલાઓ, બે પુરુષો અને એક યુવકનો સમાવેશ થાય છે.
સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસ, ફાયર બ્રિગેડની ટીમ અને 108 ની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ મૃત્યુ પામેલા પાંચેય લોકોના મૃતદેહને પોસ્ટમોટમ માટે મોકલી આપ્યા હતા. સમગ્ર ઘટના ને લઈને વિગતવાર વાત કરીએ તો જામનગર શહેરમાં આવેલ દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં ગજાનંદ પ્રોવીઝન સ્ટોર ચલાવતા મહેશભાઈ હમણાં થોડાક સમય પહેલા જ એક સેકન્ડ હેન્ડ કાર ખરીદી હતી.
જેથી તેઓ પોતાની પત્ની લીનાબેન, દીકરા સિદ્ર અને બે પડોશીઓ સાથે સપડા ડેમ ફરવા માટે ગયા હતા. આ પાંચેય લોકો ડેમમાં ન્હાવા માટે પડ્યા હતા. આ દરમિયાન પાંચેય પાણીમાં ડૂબા લાગ્યા હતા અને તેમનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા હતા. પછી ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
આ ઘટનામાં એક જ પરિવારના ત્રણ સભ્યો સહિત પાંચ લોકોના મોત થયા છે. આ ઘટનામાં મહેશભાઈ તેમની પત્ની અને તેમના દીકરાનું મોત થયું છે. આ ઉપરાંત પડોશમાં રહેતા માતા અને દીકરાનું પણ ઘટનામાં મોત થયું છે. વિગતવાર વાત કરીએ તો મહેશભાઈ પોતાના પરિવાર સાથે સપડા ડેમ ખાતે ફરવા માટે જઈ રહ્યા હતા. ત્યારે તેમના પડોશમાં રહેતા અનિતાબેન પણ પોતાના પોતાના દીકરા રાહુલને લઈને મહેશભાઈના પરિવાર સાથે ફરવા માટે ગયા હતા.
અહીં પાણીમાં ડૂબી જવાના કારણે પાંચેયના મોત થઈ ગયા હતા. આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. વિગતવાર વાત કરીએ તો આ ઘટનામાં 44 વર્ષીય મહેશભાઈ કારાભાઈ મંગે, 41 વર્ષીય લીનાબેન મહેશભાઈ મંગે, 20 વર્ષીય સિદ્ર મહેશભાઈ મંગે, 40 વર્ષીય અનિતાબેન વિનોદભાઈ દામા અને 17 વર્ષીય રાહુલ વિનોદભાઈ દામાનું મોત થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment