નર્મદા જિલ્લાના નાંદોલ તાલુકાના માંડણ ખાતે બનેલી એક દર્દનાક ઘટના સામે આવી છે. આ ઘટનામાં અહીં ફરવા આવેલા ભરૂચ જિલ્લાના જોલવા ગામના એક જ પરિવારના 5 સભ્યોના કરજણ નદીમાં ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ થયા છે. આ ઘટના બનતા જ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
આ ઉપરાંત ભરૃચ અને સમગ્ર નર્મદા જિલ્લામાં માતમ છવાઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર ઉનાળાની કાળઝાળ ગરમીમાં નર્મદા જિલ્લાના નાંદોલ તાલુકાના માંડણ ગામ ખાતે કુદરતી સૌંદર્ય નિહાળવા માટે અને નદીમાં નાહવા માટે મોટી સંખ્યામાં આસપાસના વિસ્તારના લોકો અહીં આવતા હોય છે.
ત્યારે ભરૂચ જિલ્લાના જોલવા ગામના એક જ પરિવારના 5 સભ્યો અહીં ફરવા માટે આવ્યા હતા. આ લોકો ગરમીથી રાહત મેળવવા માટે નર્મદા નદીમાં નાહવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન એક નાનો છોકરો પાણીમાં ડૂબવા લાગ્યો હતો અને ત્યાર બાદ એક પછી એક પાંચેય સભ્યો પાણીમાં ડૂબી ગયા હતા.
આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા રાજપીપળા નગરપાલિકા અને નર્મદા પોલીસ ઘટનાસ્થળે ઉમટી આવી હતી. મળતી માહિતી અનુસાર એક મૃતદેહ કરજણ નદી માંથી મળી આવ્યું છે. ઉપરાંત ઘટનાની જાણ થતા આજરોજ સવારે વડોદરાથી SDRFની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
આજરોજ SDRFની ટીમે નદીમાં ડૂબી ગયેલા અન્ય ચાર લોકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં 35 વર્ષીય જનકસિંહ બલવંત સિંહ પરમાર, 32 વર્ષીય જીગનીશાબેન જનકસિંહ પરમાર, 8 વર્ષીય પૂર્વરાજ જનકસિંહ પરમાર, 27 વર્ષીય વિરપાલસિંહ પરબતસિંહ ચૌહાણ અને 24 વર્ષીય સંગીતાબેન વિરપાલસિંહ ચૌહાણનું નદીમાં ડૂબી જવાના કારણે કરૂણ મૃત્યુ થયું હતું.
આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઇ ગયો છે. મૃત્યુ પામેલા તમામના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે. જ્યારે સુરતમાં પણ રવિવારના રોજ સુવાલીના દરિયાકિનારે પાંચ લોકો ડૂબી હતા. એમાંથી બે લોકોના મૃતદેહો મળી આવ્યા છે. હજુ ત્રણ લોકો લાપતા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment