વડોદરામાં અષાઢી અમાસના દિવસે 5 મિત્રો ગયા નાહવા, 2 મિત્રો ડૂબ્યા અને હજુ પણ લાપતા… જુઓ વિડિયો…

304

આજકાલ વરસાદી માહોલ જામી રહ્યો છે અને વરસાદના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયા છે ત્યારે પાણીમાં નાહવા જવાનું લોકો ખૂબ જ પસંદ કરે છે ઘણીવાર નાહતી વખતે એવા બનાવ બને છે કે લોકોને પોતાનો જીવ ગુમાવવો પડે છે તેવી જે ઘટના સામે આવી.

આ સમગ્ર ઘટના વડોદરાની છે. મળતી માહિતી મુજબ તીર્થધામ ચાંદોદ ખાતે ત્રિવેણી સંગમ પાસેના કિનારે રવિવારના રોજ વડોદરાના 5 મિત્રો સ્નાન કરતા હતા. ત્યારે મળતી માહિતી મુજબ નાહતી વખતે 2 યુવકો પાણીના પ્રવાહમાં તણાઈ લાપતા થયા હતા.

ઘટનાની જાણ થતા તાત્કાલીક પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ઉપરાંત સ્થાનિક તરવૈયાઓ દ્વારા બંને યુવકની શોધખોળ પણ શરૂ થઈ ગઈ હતી. પરંતુ બંને લાપત્તા યુવકની હજુ પણ કોઈ પણ પત્તો લાગ્યો નથી.

ત્યારે આજરોજ ફરી એક વખત સવારે ફાયર ફાઈટરની મદદથી શોધખોળ શરૂ છે. અષાઢી અમાસ ના દેશોના તહેવારને અનુલક્ષી મૂળ છોટાઉદેપુર જિલ્લાના અને હાલમાં વડોદરામાં રહેતા પાંચ મિત્રો સ્નાન કરવા માટે ગયા હતા.

ભાજપ મિત્રોમાંથી હજુ પણ બે મિત્રો લાપતા છે જેમાં એકનું નામ નિતીન દેવજીભાઈ રાઠવા જેની ઉંમર 25 વર્ષ અને બીજા ભાવેશ રામજીભાઈ રાઠવા જેની ઉંમર 22 વર્ષની છે. આ બંને યુવકો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા.

આ સમગ્ર બનતા નદી કિનારે લોકોના ટોળા વળી ગયા હતા અને તાત્કાલિક પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી મોડી રાત સુધી બન્ને મિત્રોની શોધખોળ ચાલી પરંતુ હજુ પણ બંને મિત્ર મળ્યા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!