રણુજા જતા 5 કૌટુંબિક ભાઈઓને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત, 3 કૌટુંબિક ભાઈઓના ઘટનાસ્થળે મોત… અકસ્માત એટલો ભયંકર હતો કે….

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં બે કાર વચ્ચે જોરદાર ટક્કર તથા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ત્રણ કુટુંબિક ભાઈ એક સાથે પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે રાજસ્થાનના બાડમેર નેશનલ હાઇવે 68 પર આ અકસ્માતની ઘટના બની હતી.

અહીં હાઇવે રોડ ઉપર એક સ્કોર્પિયો અને અર્ટિગા કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માતની ઘટનામાં અર્ટિગા કારમાં સવાર પાંચ લોકોમાંથી ત્રણ લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણેય લોકો મહેસાણા જિલ્લામાં આવેલા ખેરાલુ તાલુકાના મલાલપુરના રહેવાસી હતા. મૃત્યુ પામેલા ત્રણેય યુવકો કૌટુંબિક ભાઈઓ હતા. જેમાં એકના લગ્ન તો ગયા મહિને જ થયા હતા. ઉપરાંત મૃત્યુ પામેલા અન્ય બે યુવકો પરિવારના એકના એક દીકરા હતા.

ગાડીઓના આગળના ભાગનો કૂરચો બોલ્યો.

આ ઘટના બનતા જ ત્રણેયના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ત્રણ ત્રણ યુવકોના મોત થતાં આખું ગામ હિબકે ચડ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો મલાલપુર ગામના સંદીપભાઈ બાબુભાઈ ચૌધરી, સૌરભભાઈ વિજયભાઈ ચૌધરી, વિશ્વાસભાઈ વીરસંગભાઈ ચૌધરી, ઉદયભાઇ રમેશભાઈ ચૌધરી, હિમાંશુભાઈ દેવેન્દ્રભાઈ ચૌધરી નામના પાંચ વ્યક્તિઓ GJ 02 DM 5118 નંબરની અર્ટિગા કારમાં બેસીને રણુજા જવા માટે નીકળ્યા હતા.

રણુજા જતાં બાડમેર પાસે અકસ્માત, ગાડીના કાચ અને દરવાજા તોડી મૃતદેહો બહાર  કઢાયા; એક ભાઈના તો ગયા મહિને જ લગ્ન થયા હતા | On the way to Ranuja, there  was an accident

આ દરમિયાન રસ્તામાં નેશનલ હાઈવે 68 પર તેમની કાર અને સ્કોર્પિયો કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ અકસ્માતની ઘટનામાં બંને કાર ભાંગીને ભૂકો થઈ ગઈ હતી.આ ઘટનામાં બંને કારમાં સવાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માતની ઘટનામાં અર્ટિગા કારમાં સવાર સંદીપ ચૌધરી, સૌરભ ચૌધરી અને વિશ્વાસ ચૌધરીનું ઘટના સ્થળે મોત થયું હતું.

અકસ્માતના પગલે આજુબાજુના લોકો દોડી આવ્યાં.

જ્યારે હિમાંશુ ચૌધરી અને ઉદય ચૌધરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઉપરાંત scorpio કારમાં આઠ લોકો સવારે હતા, તે લોકો પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે થઈ ગયા હતા. જાગ્રસ્ત થયેલા લોકોને કારમાંથી બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.

અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે બની તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, અર્ટિગા સવાર પાંચ યુવકો ગઈકાલે સવારે 10:00 વાગ્યાની આસપાસ રણુજા જવા માટે નીકળ્યા હતા અને સાંજના ચાર વાગ્યાની આસપાસ તેમને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા સૌરભ ચૌધરી ના ગયા મહિને જ લગ્ન થયા હતા. જ્યારે મૃત્યુ પામેલા અન્ય બે યુવકો પરિવારના એકના એક દીકરા હતા

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*