અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ યોજાવનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને સમગ્ર દેશના હિન્દુ લોકોમાં એક અલગ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દૂર દૂરથી લોકો અયોધ્યા આવવા માટે નીકળી ગયા છે. જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં રામલલાને શુદ્ધ ઘી માંથી બનેલા લાડુ ચડાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
મિત્રો તમને જણાવી દઈએ કે, અયોધ્યામાં દેવરાહ બાબા દ્વારા 44 ક્વિન્ટલ લાડુ બનાવવામાં આવી રહ્યા છે. જેના કેટલાક ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નજીક આવી રહ્યો છે અને રામ મંદિરની તૈયારીઓ પણ ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે.
ત્યારે 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં આવેલા તમામ ભક્તોને લાડુનો પ્રસાદ વેચવાની તૈયારીઓ ચાલી રહી છે. પ્રસાદ માટે 44 ક્વિન્ટલ લાડુ બનાવવામાં આવી રહ્યા છે. વીઆઈપી લોકોને પણ પ્રસાદનું વિતરણ કરવામાં આવશે તે લોકોને આપવામાં આવેલા બોક્સમાં 11 લાડુ મૂકવામાં આવશે.
આ ઉપરાંત દર્શને આવતા તમામ ભક્તોને પણ પ્રસાદ આપવામાં આવશે અને તે ડબ્બામાં પાંચ લાડુ મૂકવામાં આવશે. હાલમાં લાડુ બનવા માંડ્યા છે અને તેનું પેકિંગ પણ થવા લાગ્યું છે. 40 થી 50 કારીગર લાડુ બનાવવા લાગી ગયા છે. લાડુના લગભગ 15000 પેકિંગ કરવાનો છે તેઓ લક્ષ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment