ઉત્તરાખંડમાં ભારે વરસાદી કહેરના કારણે 42 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, જાણો મોદી સરકારે શું કહ્યું…

Published on: 9:56 am, Wed, 20 October 21

દેશમાં એક તરફ અનેક રાજ્યોમાં ચોમાસુ વિદાય લઇ રહ્યું છે ત્યારે અનેક રાજ્યોમાં તો વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. ત્યારે દેશમાં કેરળથી લઈને ઉત્તરાખંડ સુધીમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ પૂરની પરિસ્થિતિ સર્જાય છે અનેક જગ્યાએ ભુસ્ખલનની ઘટનાઓ પણ બની છે.

ત્યારે નૈનીતાલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જિલ્લામાં અત્યાર સુધીમાં વરસાદના શહેરમાં 25 લોકોના મૃત્યુ થયા છે અને 7 લોકો ગુમ થયા છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામનાર 14 લોકો ઉત્તરપ્રદેશ અને બિહારના મજુર હતા. મળતી માહિતી અનુસાર નૈનીતાલ જિલ્લાના રામગઢ બ્લોકના ઝુતિયા સુનિતા ગામસભામાં 9 મજૂરો ઘરમાં જીવતા દટાઈ ગયા હતા.

જેમાં પતિ-પત્ની અને તેમના દીકરા નો જીવ ચાલ્યો ગયો છે. આ ઉપરાંત ધારી બ્લોકના દોષાપાણીમાં 5 મજૂરો દિવાલ નીચે દટાયા હોવાથી તેમના મૃત્યુ થયા હતા. આ ઉપરાંત નૈનીતાલના જ કારબામાં 2 કૈંચીદામની પાસે 2, બોહારાકોટમાં 2, જ્યોલીકોટમાં 1 અને ભીમતાલના ખુટાનીમાં 1 કાટમાળ નીચે દબાઈ આના કારણે તેમના મૃત્યુ થયા છે.

મળતી માહિતી અનુસાર અત્યાર સુધીમાં રેસ્ક્યુ ટીમ દ્વારા 600 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મળતી માહિતી અનુસાર બાજપુર માં પાણીના તેજ પ્રવાહના કારણે 1 ખેડૂત મૃત્યુ થયું છે. આ ઉપરાંત અલ્મોડામાં કાટમાળમાં નીચે દટાઇ જતાં 6 લોકોના મૃત્યુ થયા છે.

આ ઉપરાંત ચંપાવતમાં 5 લોકો અને પિથૌરાગઢ- બાગેશ્વરમાં 1-1 વ્યક્તિના મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર ઉત્તરાખંડમાં વરસાદના ભારે કહેરના કારણે અત્યાર સુધીમાં 42 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સમગ્ર ઘટનાને લઇને મંગળવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં લોકોના મૃત્યુ પર પોતાનું દુઃખ વ્યક્ત કર્યું હતું.

આ ઉપરાંત સોમવારના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી સાથે વાત કરી અને ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત રાજ્યની સ્થિતિઓ જાણી હતી. આ ઉપરાંત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેન્દ્રીય મંત્રી અજય ભટ્ટથી આ સંબંધોમાં વાત કરી હતી. ઉત્તરાખંડના મુખ્યમંત્રી મૃત્યુ પામનાર લોકોના પરિવારને 4-4 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!