કારમાં ઘરે પરત ફરી રહેલા 4 યુવકોને રસ્તામાં નડ્યો અકસ્માત, 2 પિતરાઇ ભાઇઓના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસે ને દિવસે વધતી જાય છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં બે ભાઇઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટના નીમચ-ચિતખેડા રોડ પર બની હતી.

અહીં પુરપાટ ઝડપે જતી એક કાર પલટી ખાઈ જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ચાર લોકો માંથી 2 લોકોના ઘટના સ્થળે કરૃણ મૃત્યુ નિપજયા હતા. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકોએ આ ઘટનાની જાણ પોલીસ અને એમ્બ્યુલન્સને કરી હતી.

ઇજાગ્રસ્ત થયેલા લોકોને એમ્બ્યુલન્સના મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ગંભીર અકસ્માતની ઘટના સોમવારના રોજ રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી અનુસાર આ અકસ્માતની ઘટનામાં પુરપાટ ઝડપે જતી કાર પલટી ખાઇને રોડની સાઈડમાં નીચે ઉતરી ગઈ હતી.

અકસ્માતની ઘટનામાં આયુષ અને અક્ષય નામના યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. જ્યારે અન્ય બે યુવકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતે મૃત્યુ નો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર કારમાં સવાર ચાર યુવકો ફાર્મ હાઉસથી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે રસ્તામાં કાર પલટી ખાઇ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. મળતી માહિતી અનુસાર અકસ્માતમાં મૃત્યુ પામેલા આયુષ અને અક્ષય બંનેને પિતરાઈ ભાઈઓ હતા.

આ ઘટનાની જાણ પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. એક સાથે બે અર્થી ઊઠતાં આખું ગામ હિબકે ચડયું હતું. હાલમાં પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના કારણે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. હજુ ઇજાગ્રસ્ત લોકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*