પેપર આપવા જઈ રહેલા 4 યુવકોને ટ્રકે કચડી નાખ્યા, 3 યુવકોના મૃત્યુ…અકસ્માત જોનારાઓની આંખો ફાટી ગઈ..!

દેશમાં અકસ્માતની ઘટનાઓ દિવસે અને દિવસે વધતી જ જાય છે. અકસ્માતની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લેતી. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ગંભીર અકસ્માતની ઘટનામાં બાઇક પર સવાર ચાર વિદ્યાર્થીઓને એક ટ્રક ચાલકે કચડી નાખ્યા હતા. મળતી માહિતી અનુસાર બાઈક પર સવાર વિદ્યાર્થીઓ બી.એડની પરીક્ષાની એક્ઝામ આપવા માટે જઈ રહ્યા હતા.

અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે બે યુવકોના તો ઘટના સ્થળે જ મૃત્યુ થયા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા અન્ય બે લોકોને આજુબાજુના લોકો દ્વારા સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ત્યારે હોસ્પિટલમાં બે વિદ્યાર્થીઓમાંથી એક વિદ્યાર્થીએ પોતાનો જીવ ગુમાવ્યો છે.

ઈજાગ્રસ્ત થયેલા ચોથા વિદ્યાર્થીની સારવાર હાલમાં ચાલુ છે. આ ઘટનાની જાણ થતા મૃતક યુવકોના પરિવારના લોકો હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. આ ગંભીર અકસ્માતની ઘટના ધૌલપુરમાં બની હતી. મળતી માહિતી અનુસાર આ ગંભીર અકસ્માતની ઘટના આજરોજ સવારે બની હતી. વિદ્યાર્થીઓને આજરોજ સવારે સરકારી ગર્લ્સ કોલેજમાં બી.એડનું પેપર હતું.

તેથી ચારે યુવકો એક બાઈક પર સવાર થઈને પેપર આપવા માટે જઈ રહ્યા હતા. ત્યારે લગભગ નવ વાગ્યાની આસપાસ એક ટ્રક ચાલકે તેમની બાઇકને ટક્કર લગાવી હતી. જેના કારણે ગંભીર અકસ્માતની ઘટના બની હતી. અકસ્માતની ઘટના બનતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ઇજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે આ અકસ્માતની ઘટનામાં બે યુવકોના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. આ ઘટનામાં પવન અને સંદીપ નામના યુવકનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ત્રીજા યુવકનું હોસ્પિટલમાં મૃત્યુ નિપજો તેનું નામ દીપેન્દ્ર હતું. મૃતક યુવકોની ઉંમર 25 થી 30 વર્ષની હોવાનું કહેવાય છે.

સમગ્ર ઘટનાને લઈને પોલીસે બાઈક કબજે લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બાઈકને ટક્કર લગાવીને ટ્રક ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. તેને પકડવાની નાકાબંધીઓ લગાવી દેવામાં આવી છે. અકસ્માતની ઘટના બની આબાદ ઘટના સ્થળેથી ભાગી ગયેલો ટ્રક ડ્રાઇવર આગરા તરફ જઈ રહ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*