નદીમાં નહાવા પડેલા 4 યુવકો પાણીમાં ડૂબી ગયા, ચારેય યુવકોના કરુણ મૃત્યુ…એક સાથે એક જ ગામના 4 યુવકોની અર્થે ઉઠશે..!

Published on: 3:36 pm, Mon, 3 October 22

હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. મિત્રો ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક દિવસોથી નદી કે તળાવમાં ડૂબવાના કારણે મૃત્યુ પામેલા લોકોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ભિલોડા તાલુકાના સિલદ્રી ગામે આવેલી બુઢેલી નદીમાં 4 યુવકો નાહવા પડ્યા હતા. ત્યારે અચાનક જોતજોતામાં ચારે યુવકો પાણીમાં ડુબવા લાગ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ગામના લોકો ઘટના સ્થળે મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા.

ગામના લોકોએ આ સમગ્ર ઘટનાની જાણ NDRFની તેમને કરી હતી. ઘટનાની માહિતી મળતા જ NDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પાણીમાં ડૂબેલા ચારેય યુવકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ચારેયના મૃત્યુના સમાચાર સામે આવતા જ તેમના પરિવારજનો અને ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું.

મળતી માહિતી અનુસાર ભિલોડા તાલુકાની સિલાદ્રા ગામે આવેલ બુઢેલી નદીમાં ચોમાસામાં ભરપુર અને બે કાંઠે વહી રહી છે. મળતી માહિતી અનુસાર ત્યારે ગામના યુવકોએ બુઢેલી નદીમાં નહાવા જવાનો પ્લાન બનાવ્યો હતો. ત્યારે સાંજના સમયે ચારેય યુવકો બુઢેલી નદીમાં નાહવા માટે પડ્યા હતા. ત્યારે નદી કિનારે ચીકણી માટે હોવાના કારણે ચારેય યુવકોનો પગ લપસ્યો હતો અને તેઓ ઊંડા પાણીમાં ડૂબા લાગ્યા હતા.

તે દરમિયાન ચારેય યુવકોએ બુમાબૂમ કરી હતી. જેના કારણે આજુબાજુના ખેતરના કામ કરતાં લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાં હાજર લોકો એ ચારેય યુવકોને બચાવવાના પ્રયાસ કર્યા પરંતુ તે લોકો તેને બચાવી શક્યા નહીં. સમગ્ર ઘટના બનતા જ આસપાસના લોકોએ આ ઘટનાની જાણ NDRFની ટીમ કરી હતી.

ત્યારબાદ NDRFની તેને સ્થાનિક તરવૈયાની મદદથી પાણીમાં યુવકોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. શોધખોળ દરમિયાન સ્થાનિક તરવૈયાઓને બે યુવકના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારબાદ અન્ય બે યુવકોના પણ મૃતદેહ મળી આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી.

પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં પ્રિટેશ અસારી, રામેશ્વર અસારી, દિલખુશ અસારી અને કમલેશ બાંગાનું મૃત્યુ નીપજ્યું છે. ચારે યુવકોનું મૃત્યુ થતાં તેમના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. એક સાથે એક જ ગામના ચાર યુવકોના મૃત્યુ થતાં એક જ ગામમાંથી એક જ દિવસે ચાર અર્થે ઉઠશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો