કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી યેદિયુરપ્પાની પૌત્રીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. આ ઘટના શુક્રવારના રોજ બની હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી પૌત્રીનું નામ સૌંદર્યા હતું. સૌંદર્યા યેદિયુરપ્પાની બીજી પુત્રી પદ્માવતીની પુત્રી હતી.
મળતી માહિતી અનુસાર સૌંદર્યાનું મૃતદેહને તેના એપાર્ટમેન્ટમાંથી લટકતી હાલતમાં મળી આવ્યું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.
ત્યારબાદ સૌંદર્યાના મૃતદેહ નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. મૃત્યુ પામેલી સૌંદર્યાની ઉંમર 30 વર્ષની હતી. સૌંદર્યાના મૃત્યુના કારણે 4 મહિનાના બાળકને માતાની છત્રછાયા ગુમાવી છે.
મળતી માહિતી અનુસાર પ્રેગનેન્સી પછી સૌંદર્યા ડિપ્રેશનમાં રહેતી હતી. તે પોતાના પતિ અને ચાર મહિનાના બાળક સાથે માઉન્ટ કામેલ કોલેજ પાસે એપાર્ટમેન્ટમાં રહેતી હતી. 2018માં સૌંદર્યાના લગ્ન ડોક્ટર નીરજ સાથે થયા હતા.
મળતી માહિતી અનુસાર આ આ ઘટના બની ત્યારે નીરજ 8 વાગે કામ પર નીકળી ગયો હતો અને પાછળથી 10 વાગે સૌંદર્યા ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.
જ્યારે ઘરની નોકરાણી ઘરે આવી ત્યારે તેને પોતાની માલિકીનું મૃતદેહ લટકતી હાલતમાં જોયું હતું અને ત્યાર બાદ આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. ડિપ્રેશનમાં આવીને સૌંદર્યા જીવનનું આ અંતિમ પગલું ભર્યું તેવું જાણવા મળી રહ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment