હાઈવે પર જતી કારનું ટાયર ફાટતા એવો ભયંકર અકસ્માત સર્જાયો કે… એક જ પરિવારના 4 સભ્યોના દર્દનાક મોત… પરિવારમાં હવે 3 વર્ષની દીકરી એકલી વધી…

આજરોજ સવારે બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક જ પરિવારના 4 સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માત આટલો ભયંકર હતો કે હાઈવે રોડ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. આ ઘટનામાં એક કારનું ટાયર ફાટવાના કારણે કાર ટ્રક સાથે અથડાઈ હતી અને ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના ભીલવાડાથી પસાર થતાં અજમેર-ચિત્તોડગઢ હાઇવે ઉપર આજરોજ સવારે બની હતી.

टक्कर इतनी तेज थी कि कार बुरी तरह से ध्वस्त हो गई।

આ ઘટનામાં કારમાં સવાર માતા-પિતા અને તેમના પુત્ર અને પુત્રવધુનું મોત થયું છે. જ્યારે એક 3 વર્ષની માસુમ બાળકી ઘટનામાં ઈજાગ્રસ્ત થાય છે. એક જ પરિવારના ચાર સભ્યોના મોત થતા હવે પરિવારમાં માત્ર ત્રણ વર્ષની બાળકી એકલી બચી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આખો પરિવાર નાથદ્વાર ખાતે શ્રીનાથજીના દર્શન કરીને અજમેર પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.

Horrific accident on Bhilwara-Chittorgarh highway | टायर फटने पर ट्रक से  टकराई कार, परिवार में अब सिर्फ 3 साल की बच्ची बची - Dainik Bhaskar

ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, આજ રોજ સવારે લગભગ સાત વાગ્યાની આસપાસ હાઈવે પર જતી એક કારનું અચાનક જ ટાયર ફાટી ગયું હતું. જેના કારણે કારચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો અને કાર ડિવાઇડર સાથે અથડાયને બીજી બાજુના રોડ પર જતી રહી હતી.

माता-पिता और उनके साथा बेटा-बहू। सुबह-सुबह हुए भयानक हादसे में चारों की मौत हो गई।

આ દરમિયાન કાર બીજી બાજુના રોડ પર સામેથી આવતા ટ્રક સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આ ઘટનામાં કારનો તો ભાંગીને ભૂકો થઈ ગયો હતો. આ ઘટનામાં કારમાં સવાર રાધેશ્યામ, તેમની પત્ની શકુંતલા દેવી, દીકરા મનીષ અને પુત્રવધુ યાશિકાનું મોત થયું હતું. જ્યારે મનીષ અને યાશિકાની ત્રણ વર્ષની દીકરી કિયા અને કારચાલક વિનોદ નામનો યુવક ઇજાગ્રસ્ત થયા હતા.

અકસ્માતની ઘટના બન્યા બાદ બંનેને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃતકોના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*