દીકરાની સગાઈ કરીને પરત આવતા પરિવારના 4 સભ્યોનું રસ્તામાં અકસ્માતમાં કરુણ મોત, સગાઈના દિવસે જ દીકરાનું મોત… ખુશીના પ્રસંગમાં માતમ છવાયો…

Published on: 10:36 am, Fri, 12 May 23

જામનગર-ખંભાળિયા હાઇવે(Jamnagar-Khambhaliya Highway) પર બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. અહીં બે કાર વચ્ચે જોરદાર ટક્કર તથા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં 4 લોકોના મૃત્યુ નીપજયા છે, જ્યારે ત્રણ લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા છે.

મળતી માહિતી અનુસાર મોરબીનો સતવારા પરિવાર પોતાના દીકરાની સગાઈ કરવા માટે આજે ખંભાળિયા ગયો હતો. ત્યાં સગાઈ કરીને પરત ઘરે આવી રહ્યા હતા, ત્યારે ખટિયા ગામના પાટીયા પાસે સામેથી આવી રહેલી એક કાર્ય તેમની કારને જોરદાર ટક્કર લગાવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે જે યુવકની સગાઈ થઈ તેના સહિત ચાર લોકોના આ અકસ્માતની ઘટનામાં મોત થયા હતા. અકસ્માતની ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર સગાઈ વિધિ પૂર્ણ કર્યા બાદ પરિવાર જામનગર તરફ સ્વીફ્ટ કારમાં જઈ રહ્યા હતા.

આ દરમિયાન સામેની તરફથી આવી રહેલી વોક્સગન કાર ડિવાઈડર કૂદીને બીજી તરફ આવી ગઈ હતી. જેના કારણે સ્વિફ્ટ કાર અને વોક્સગન કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ચેતન, તેમના બહેન મનીષાબેન, રીનાબેન અને અન્ય એક વ્યક્તિનું મોત થયું છે.

સગાઈના દિવસે જ દીકરા ચેતનનો મોત થતા પરિવાર ઉપર આવ તૂટી પડ્યો હતો. ઉપરાંત અકસ્માતની ઘટનામાં અન્ય ત્રણ લોકો ઇજાગ્રસ્ત થયા હતા, તેમને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માતની ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ત્યાર પછી સ્થાનિક લોકો એ ઘટનાની જાણ 108 ની ટીમ અને પોલીસને કરી હતી. પોલીસે સમગ્ર મામલાને લઈને વધુ તપાસ હાથ ધરી છે. એક જ પરિવારના ચાર સભ્યોના મોત થતા પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો