અત્યારે સોશિયલ મીડિયા પર વરસાદના કારણે ઘણા ગામોમાં પુર આવ્યા હોય તેના વિડીયો વાયરલ થઈ રહ્યા છે. ગુજરાતમાં વરસાદની સિઝન ચાલુ થઈ ગઈ છે જેના કારણે ગુજરાતના લોકો ખૂબ જ ખુશ થઈ ગયા છે. પરંતુ ઘણી વખત વરસાદ લોકોને નુકસાન પણ પહોંચાડે છે,
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના ભમરીયા ગામની નદીમાં ઘોડાપૂર આવતા પરિવારના ચાર સભ્યો પ્રવાહમાં ફસાયા હતા. જેમાં ધસમસતા પાણીના પ્રવાહમાં બાઈક લઈને જઈ રહેલા પરિવારના ચાર સભ્યો ફસાયા હતા. જેમાં પરિવારના ચાર સભ્યો માટે જે.સી.બી દેવદૂત બનીને આવ્યો અને તમામના જીવ બચાવી લીધા હતા.
ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ભમરીયા અને માંડવી વચ્ચે આવેલ બેસેલા નદીના નાળા ઉપર વરસાદના પાણી ફરી વળ્યા હતા.લોકો માટે પણ લાલ બત્તી સમાન કિસ્સો છે કે નદીના ધસમસતા પાણીના પ્રવાહમાં જીવના જોખમ ન ઓળંગવું જોઈએ.
વિગતવાર જાણીએ તો ગઈકાલે ભાવનગર જિલ્લામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. જેમાં ઉમરાળા પંથકમાં ધોધમાર એટલે કે સવા ત્રણ ઈંચ વરસાદ, ભાવનગરમાં બે ઇંચ, સિહોરમાં દોઢ ઇંચ તથા ઘોઘા અને ગારીયાધાર માં એક ઇંચ વરસાદ નોંધાયો હતો.
ભમરીયાની નદીમાં પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે પરિવારના 4 સભ્યો ફસાયા, પછી તો એક JCBએ આવીને કંઈક એવું કર્યું કે… વીડિયો જોઈને હૃદયના ધબકારા વધી જશે… pic.twitter.com/Zr8ma0pnkU
— GUJJU ROCKZ (@gujju_rockz) June 30, 2023
ભાવનગર જિલ્લામાં છેલ્લા 24 કલાક સુધીમાં વલભીપુરમાં 18 મિમી, ઉમરાળામાં 84 મિમી, ગારીયાધાર માં 22 મિમી, પાલીતાણામાં 14 મિમી, તળાજામાં ઝીરો મિમી વરસાદ વરસ્યો છે. ભાવનગર જિલ્લાના 10 તાલુકા માંથી સાત તાલુકામાં વરસાદ નોંધાયો જ્યારે મહુવા, તળાજા તથા જેસર તાલુકો વરસાદથી વંચિત રહ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment