હાલમાં બનેલી એક દુઃખદ ઘટનાના સમાચાર સામે આવી રહ્યા છે. આ ઘટનામાં વિદેશમાં રહીને અભ્યાસ કરી રહેલા ચાર ગુજરાતી વિદ્યાર્થીઓના અકસ્માતમાં કરુણ મોત થયા છે. મૃત્યુ પામેલા બે વિદ્યાર્થીઓ બનાસકાંઠાના વતની છે અને બે વિદ્યાર્થીઓ પોરબંદરના વતની છે. અકસ્માતની ઘટના તુર્કીમાં બની હતી.
અહીં બે કાર વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં ગુજરાતના ચાર વિદ્યાર્થીઓના મોત થયા છે. મૃતકોમાં બે યુવતીઓનો પણ સમાવેશ થાય છે. જાણવા મળી રહ્યું છે કે ચારેય વિદ્યાર્થીઓ તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા.
રજા હોવાના કારણે ચારે એક સાથે ફરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ કાળનો કોળિયો બની ગયા હતા. આ ઘટનાની જાણ મૃતક વિદ્યાર્થીઓના પરિવારજનોને થતા જ પરિવારમાં માતમ છવાઈ ગયો છે. અકસ્માતની ઘટનામાં પ્રતાપભાઈ ભુવાભાઈ કારાવદરા, જયેશ કેશુભાઈ અગાથ, અંજલી કનુભાઈ મકવાણા અને પુષ્ટિબેન હીનાબેન પાઠકનું મોત થયું છે.
આ ચારેય વિદ્યાર્થીઓને તુર્કીમાં કિરેનીયા નજીક અકસ્માત નડ્યો હતો. મળતી માહિતી અનુસાર મૃતકોના પરિવારજનોએ પોતાના દીકરા દીકરીના મૃતદેહને વહેલી તકે વતન લાવાની માંગ કરી છે.
રજાવવાના કારણે ચારે મિત્રો એક સાથે ફરવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેમની કાર અને અન્ય કાર વચ્ચે સામસામે જોરદાર ઠક્કર તથા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં કારમાં સવાર ચારેય ગુજરાતી વિદ્યાર્થીઓના મોત થયા હતા. મળતી માહિતી અનુસાર વડગામના ભોગરોડીયા ગામની અંજલી મકવાણા છેલ્લા એક વર્ષથી તુર્કીમાં અભ્યાસ કરતી હતી.
અંજલી મકવાણા ની ઉંમર 21 વર્ષની હતી. તે તુર્કીમાં એક હોટલનું મેનેજમેન્ટ કરવાની નોકરી કરતી હતી. ગત રજા હોવાના કારણે તે તેમના ગુજરાતી મિત્રો સાથે કારમાં ફરવા માટે નીકળી હતી. ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો અને અકસ્માતમાં ચારેયનું મોત થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment