આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક થાર કાર ઝાડ સાથે અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બની ત્યારે કારની અંદર ચાર મિત્રો સવાર હતા. જેમાંથી અકસ્માતમાં બે મિત્રોના કરુણ મૃત્યુ નીપજ્યા છે.
જ્યારે અન્ય બે મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ ગંભીર અકસ્માતની ઘટનામાં થાર કાર સંપૂર્ણ રીતે ભાંગીને ભૂકો થઈ ગઈ હતી.
આ ગંભીર અકસ્માતની ઘટના આગ્રાના ખેરાગઢ તાલુકામાં કોટા-ચંદૌસી હાઇવે-39 પર બની હતી. મળતી માહિતી અનુસાર રાજસ્થાનના ચાર મિત્રો આગ્રામાં ખરીદી કરવા માટે ગયા હતા. આ દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, હિમાંશુ નામના યુવકની ભત્રીજીનો ગુરૂવારના રોજ જન્મદિવસ હતો.
તેથી હિમાંશુ તેના ત્રણ મિત્રો ઉપેન્દ્ર (ઉંમર 35 વર્ષ), લોકેન્દ્ર (ઉંમર 32 વર્ષ) અને રામવકીલ (ઉંમર 34 વર્ષ) સાથે આગ્રામાં ખરીદી કરવા માટે ગયો હતો. ખરીદી કરીને તમામ મિત્રો મંગળવારના રોજ મોડી રાત્રે હિમાંશુની થાર કારમાં બેસીને ઘરે પરત આવી રહ્યા હતા.
આ દરમિયાન રસ્તામાં હાઇવે 39 પર તેમની કાર બેકાબુ બનીને ઝાડ સાથે અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ કારમાં ફસાયેલા ચારેય મિત્રોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા યુપી પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી.
જ્યારે મિત્રોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ડોક્ટરે હિમાંશુ અને ઉપેન્દ્રને મૃત જાહેર કર્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારજનો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. જ્યારે અન્ય બે મિત્રોની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહી છે. આ ઘટના બનતા જ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment