હાલમાં બનેલી એક રૂવાટા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં કુતરાઓએ મળીને એક 7 વર્ષની માસુમ બાળકીની એવી હાલત કરી નાખી કે તમે પણ હચમચી જશો. આ ઘટના રાજધાની ભોપાલમાં બની હતી. રખડતા કુતરાઓએ માસુમ બાળકીને આંખ પર ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
આ ઉપરાંત કુતરાઓએ બાળકીના માથાના ભાગે પણ ગંભીર ઈજા પહોંચાડી હતી. સમગ્ર ઘટના બન્યા બાદ બાળકીને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. આ હૃદય દ્રાવક ઘટના બુધવારના રોજ સાંજના સમયે કોલાર રોડ સ્થિત બાંસખેડીમાં સર્જાયું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
આ કુતરાઓ બે દિવસ પહેલા બાળકીની મોટી બહેનને પણ કરાડ્યા હતા. મળતી માહિતી અનુસાર આઠ મહિનામાં આ ત્રીજી ઘટના બની છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ભોગ બનેલી દીકરીનું નામ સુહાની હતું અને તેની ઉંમર 7 વર્ષની હતી. દીકરી જ્યારે રમી રહી હતી ત્યારે કુતરાઓએ તેના પર પ્રહાર કર્યા હતા.
આ ઘટના બન્યા બાદ આસપાસના લોકોએ દીકરીને બચાવી લીધી હતી અને તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડી હતી. આ ઘટનામાં દીકરીના માથાના ભાગે એને આંખના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. હાલમાં તેની સ્થિતિ ખૂબ જ નાજુક છે.
હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. વાયરલ થઈ રહેલા સીસીટીવી ફૂટેજ જોઈને સ્થાનિક લોકોમાં ભાઈનો માહોલ જોવા મળ્યો છે. બે દિવસ પહેલા સુહાનીની મોટી બહેન ઉપર પણ કૂતરાઓએ પ્રહાર કર્યા હતા. આ ઘટનામાં તેની બહેન પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી.
4 કુતરાઓએ મળીને 7 વર્ષની માસુમ બાળકીની કરી નાખી એવી હાલત કે…, કુતરાઓએ માસુમ બાળકીની આંખ ખાધી…જુઓ ઘટનાનો વિડીયો… pic.twitter.com/EvjcBOfXPB
— GUJJU ROCKZ (@gujju_rockz) August 18, 2022
ત્યારે હાલમાં આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં સુહાનીના આંખના ભાગે ગંભીર ઈજા પહોંચે છે. કુતરાઓ એ સુવાનીની આંખ ખાધી હતી. અનેક વખત રાહીદારીઓ કુતરાનો શિકાર બનેલા છે. તેમ છતાં પણ કુતરા અને પકડવા માટે કોઈપણ પ્રકારની તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment