સુરતમાં જન્મદિવસના 4 દિવસ બાદ દીકરાએ “સોરી મમ્મી” લખીને, ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું… સુસાઇડ પહેલા દીકરાએ મમ્મીને વોટ્સએપ પર મેસેજ…

સુરત શહેરમાં છેલ્લા થોડાક સમયથી જીવ ટુંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે સુરતના ખટોદરા વિસ્તારમાં બનેલી એક જીવ ટૂંકાવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક 18 વર્ષના યુવકે પોતાના જ ઘરમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. મૃત્યુ પહેલા યુવકે પોતાની માતાને વોટ્સએપ પર “સોરી મમ્મી” લખેલો મેસેજ મોકલ્યો હતો.

આ ઘટના બનતા જ ચારેય બાજુ ભારે અફરાતફરી મચી ગઈ હતી. મળતી માહિતી અનુસાર 18 વર્ષના યુવકે પોતાના જન્મદિવસના 4 દિવસ બાદ આ પગલું ભર્યું હતું. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો સુરતના ખટોદરા વિસ્તારમાં રહેતા 18 વર્ષના હાર્દિક ઝડફીયા નામના યુવકે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ હાર્દિકને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે હાર્દિકને મૃત જાહેર કર્યો હતો. હાર્દિકનું મૃત્યુ થતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પહેલા હાર્દિકે પોતાની માતાને સોરી મમ્મી લખીને મેસેજ મોકલ્યો હતો.

ત્યારબાદ તેને આ પગલું ભર્યું હતું. સમગ્ર ઘટનાની જાણ થતા ખટોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાર્દિકે કયા કારણોસર આ પગલું ભર્યું તેની કોઈપણ માહિતી સામે આવી નથી.

મૃત્યુ પામેલા હાર્દિકના ભાઈએ જણાવ્યું કે, હું નોકરી પરથી ઘરે ગયો ત્યારે ઘરે જઈને જોયું ત્યારે ભાઈ લટકતી હાલતમાં જોવા મળ્યો હતો. પછી મેં નીચે ઉતરીને આ વાતની જાણ મારી માતાને કરી હતી. મારા ભાઈ સ્કૂલમાં જવાનું પણ છોડી દીધું હતું. ચાર દિવસ પહેલા જ તેનો જન્મદિવસ ગયો હતો અને તેના 18 વર્ષ પૂર્ણ થયા હતા.

તેને મારી મમ્મી પાસે ત્યારે પૈસા માગ્યા હતા. ત્યારે મારી મમ્મીએ પૈસા નથી તેમ તેને જણાવ્યું હતું. મારી મમ્મીએ તેને કહ્યું હતું કે મારી ઉંમર થઈ ગઈ છે કંઈક સહારો આપો. પછી હાર્દિકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. મૃત્યુનું હજુ કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*