હાલમાં બનેલી એક સુસાઇડની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક યુવકે નિશાની હાલતમાં મકાનના બીજા માળેથી નીચે મોતની છલાંગ લગાવી હતી. બીજા માળેથી નીચે પડતા જ યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. એટલે આસપાસના લોકો તેને સારવાર માટે સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા.
જ્યાંથી વધુ સારવાર માટે યુવકને નજીકની મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ મેડિકલ કોલેજ પહોંચે તે પહેલા તો રસ્તામાં જીવક નું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ મૃતક યુવકના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે આ ઘટના ઉત્તરપ્રદેશના હમીરપુરમાં બની હતી.
મૃત્યુ પામેલા યુવકનું નામ રવિન્દ્રકુમાર હતું અને તેની ઉંમર 30 વર્ષની હતી. તેને દારૂ પીવાની લત હતી. દારૂના નશામાં રવિન્દ્રએ પોતાના મકાનના બીજા માળેથી નીચે મોતની છલાંગ લગાવી હતી. આ ઘટના બનતા જ આસપાસના લોકો અને યુવકના પરિવારના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ બધા રવિન્દ્રને સારવાર માટે સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં લઈ ગયા હતા.
ત્યાં ડોક્ટરે તેને પ્રાથમિક સારવાર આપી હતી અને તેને વધુ સારવાર માટે ઝાંસી મેડિકલ કોલેજમાં લઈ જવાનું કહ્યું હતું. આ કારણસર પરિવારના સભ્યો રવિન્દ્રને મેડિકલ કોલેજમાં સારવાર માટે લઈને જતા હતા. ત્યારે રસ્તામાં જ રવિન્દ્રનું મોત થઈ ગયું હતું. આ ઘટના બનતા જ રવીન્દ્રના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
જાણવા મળી રહ્યું છે કે રવિન્દ્ર એ આગળ પણ અનેક વખત સુસાઇડ કરવાના પ્રયાસો કર્યા છે. રવીન્દ્રના મૃત્યુના કારણે દોઢ વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે. સમગ્ર ઘટના બન્યા બાદ પરિવારના સભ્યોએ રવીન્દ્રના મૃતદેહનું પોસ્ટમોર્ટમ ન કરાવ્યું અને તેના અંતિમસંસ્કાર કરી નાખ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment