હાલમાં બનેલી એક હૈયુ હચમચાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં અજાણ્યા વાહને એક બાઈકને એટલી જોરદાર ટક્કર લગાવી કે સાંભળીને રુવાડા બેઠા થઈ જશે. અજાણ્યા વાહનની ટક્કરના કારણે બાઇક પર સવાર ત્રણ યુવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલા ત્રણ યુવકો માંથી બે યુવકો એક જ ગામના હતા.
આ ઘટનાની જાણ થતા ત્રણેયના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. મળતી માહિતી અનુસાર ત્રણેય યુવકો પોતાનું કામ પતાવીને બાઈક પર રાત્રે 8:00 વાગ્યાની આસપાસ ગામ તરફ આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એક અજાણ્યા વાહને તેમની બાઇકને ટક્કર લગાવી હતી અને તેઓ ગંભીર અકસ્માતનો શિકાર બન્યા હતા.
અકસ્માતની ઘટના બની આબાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. પછી એમ્બ્યુલન્સને આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી પછી ત્રણેય યુવકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ત્રણેયને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ મૃતકોના પરિવારના સભ્યો હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા.
આ અકસ્માતની ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં 35 વર્ષના લેખરાજ, 30 વર્ષના રાજેન્દ્ર અને 18 વર્ષના રામેશ્વર નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ત્રણેય લોકો એક જ જગ્યાએ મજૂરી કામ કરતા હતા.
ગઈકાલે ત્રણેય પોતપોતાનું કામ પતાવીને ઘર તરફ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં તેઓ અકસ્માતનો ભોગ બન્યા હતા અને ત્રણેયનું કરુણ મોત થયું હતું. અકસ્માતની ઘટનાને લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે. મૃત્યુ પામેલા ત્રણેય યુવકો ગરીબ પરિવારના છે.
ત્રણેય મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેવામાં ત્રણેયનું મોત થતાં પરિવાર આર્થિક રીતે પડી ભાંગ્યો છે. વિગતવાર વાત કરીએ તો લેખરાજના મૃત્યુના કારણે બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે રાજેન્દ્રના મૃત્યુના કારણે ચાર વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment