હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં ત્રણ યુવકો ગંગા નદીમાં ડૂબી ગયા હતા. પાણીમાં ડૂબી જતાં ત્રણેયના મોત થઈ ગયા છે. પાણીમાં ડૂબી ગયેલા બે યુવકોના મૃતદેહ મળી ગયા છે. જ્યારે ત્રીજા યુવકના મૃતદેહની હાલમાં શોધખોળ હાથ ચાલુ છે. આ ઘટના બનતા છે ત્રણેયના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
આ દુઃખદ ઘટના ઉત્તર પ્રદેશમાંથી સામે આવી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 18 વર્ષનો અમન યાદવ, 18 વર્ષનો નવનીત અને 22 વર્ષનો અંશુ રવિવારના રોજ રાત્રે 2.30 વાગ્યાની આસપાસ પંચાલ ઘાટથી ગંગાજળ લેવા માટે ગયા હતા. અહીં ત્રણેય મિત્રો એક સાથે ગંગા નદીમાં સ્નાન કરવા માટે ઉતર્યા હતા.
ત્યારબાદ ત્રણેય મિત્રો પાણીમાં ડૂબી ગયા હતા. ત્યારે સોમવારના રોજ સવારે 22 વર્ષના અંશુનું મૃતદેહ પાણીમાં તરતું મળી આવ્યો હતો. ત્યારબાદ સ્થાનિક તરવૈયાની મદદથી પોલીસે અંશુના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યું હતું. ત્યારે મંગળવારના રોજ પંચાલ ઘાટથી લગભગ 10 km દૂર સુંદરપુરા ગામની બહાર નદીના કિનારે નવનીત નું મૃતદે વિકૃત હાલતમાં મળી આવ્યું હતું.
ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. હજુ સુધી ગંગામાં ડૂબી ગયેલા અમનનું મૃતદેને મળ્યું નથી. પાણીમાંથી મળી આવેલા બંને યુવકોના મૃતદેહનું પોલીસે પોસ્ટમોર્ટમ કરાવીને આજરોજ બંનેના મૃતદેહને તેમના પરિવારજનોને સોંપી દીધું હતું.
જુવાનજોધ દીકરાઓનું મૃતદેહ જોઇને પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદાને કર્યું હતું. હાલમાં તો અમનના મૃતદેહની શોધખોળ ચાલુ છે. રાત્રે અચાનક જ ત્રણેય યુવકો ગંગા નદીમાં કેવી રીતે ડૂબી ગયા તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઇ લે પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment