હાલમાં બનેલી એક દુઃખદાયક ઘટના સામે આવી છે. આ ઘટનામાં નર્મદા નદીમાં ડૂબી જવાના કારણે બે યુવાનોના મૃત્યુ નીપજ્યા છે. ડભોઇ તાલુકાના ચાણોદ ખાતે નર્મદા નદીમાં પોતાના સ્વજનના મૃત્યુ બાદ કરવાથી વસ્તી વિસર્જન વિધિ માટે આવેલા ગોધરાના ભક્તિનગર વિસ્તારનો પરિવાર વિધિ સંપન્ન કરી ચાણોદની સામે પોંચાઈ ગામના નર્મદા નદીના પટમાં સ્નાન કરવા માટે ગયા હતા.
ત્યારે સ્નાન કરતી વખતે પરિવારના ત્રણ યુવાનો નદીમાં તણાવ્યા હતા. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. બે યુવાનોને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી એક યુવાનોનું મૃત્યુ થયું હતું અને બીજા યુવાનને સારવાર માટે 108 ની મદદથી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો.
ત્યારબાદ તરવૈયાઓ એ નદીમાં લાપતા થયેલા યુવાનની શોધખોળ શરૂ કરી હતી. આ દરમિયાન તે યુવાનનું મૃતદેહ મળી આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો ડભોઇ તાલુકાના ચાદોદ નર્મદાના ત્રિવેણી સંગમ ખાતે એક પરિવારના કેટલાક લોકો મૃત્યુ બાદની અસ્થિ વિસર્જનની વિધિ કરવા માટે આવ્યા હતા.
વિધિ પૂર્ણ થયા બાદ ચાણોદની સામે કિનારે પોઇચાના નર્મદા નદીની તટમાં લગભગ બપોરના 1:30 વાગ્યાની આસપાસ પરિવારના લોકો સ્નાન કરવા માટે ગયા હતા. આ દરમિયાન 23 વર્ષીય મહેશભાઈ બુધાભાઈ પરમાર નદીના પાણીમાં તણાવ્યા હતા. તેમને બચાવવા માટે 23 વર્ષીય જનકસિંહ બુધેસિંહ સોલંકી અને 19 વર્ષીય હર્ષવર્ધન ઉમેશભાઈ સોલંકી નદીના પાણીમાં તેને બચાવવા માટે દોડીયા હતા.
મળતી માહિતી અનુસાર ત્રણેય યુવાનો માંથી કોઈને તરતા આવડતું ન હતું. આ ઘટના બન્યા બાદ મહેશભાઈ અને જનકસિંહને નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં જનકસિંહનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે મહેશભાઈ પરમારને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટના બન્યા બાદ પાણીમાં હર્ષવર્ધનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર એક જ પરિવારના બે સભ્યોના મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનામાં જનકસિંહ સોલંકી અને હર્ષવર્ધન સોલંકીનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે મહેશભાઈ ની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment