આજકાલ અકસ્માત ની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બાઈક અને ઈ-રીક્ષા વચ્ચે ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટના બને ત્યારે બાઈક પર ત્રણ યુવકો સવાર હતા. બાઈકની ઈ-રીક્ષા સાથે ટક્કર થયા બાદ બાઈક સવાર ત્રણેય યુવકો રોડ પર નીચે પડી ગયા હતા. આ દરમિયાન પાછળથી આવતી રોડવેઝ બસની નીચે બે યુવકો કચડાઈ ગયા હતા.
આ કારણોસર બંને યુવકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે ત્રીજો યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. હાલમાં તેની સારવાર હોસ્પિટલમાં ચાલી રહે છે. ભયંકર અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટના બનતા જ મૃતક યુવકોના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો છે.
ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી પોલીસે સમગ્ર ઘટનાને લઈને વધુમાં તપાસ શરૂ કરી દીધી છે. આ અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના હરદોઈમાંથી સામે આવી રહે છે. વિગતવાર વાત કરીએ તો અમન વર્મા, અભિષેક મિશ્રા અને શુભમ નામના ત્રણ યુવકો બાઇક પર જઈ રહ્યા હતા.
આ દરમિયાન રસ્તામાં ગાંધી મેદાન પાસે તેમની બાઈક ઈ-રિક્ષા સાથે અથડાઈ હતી. જેના કારણે અમન અને અભિષેક રસ્તાની વચ્ચોવચ પડ્યા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતી રોડવેઝ બસે રોડ પર પડેલા અમન અને અભિષેકને કચડી નાખ્યા હતા. આ કારણોસર બંનેનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. જ્યારે અકસ્માતની ઘટનામાં બીજી બાજુ પડેલો શુભમ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
અકસ્માતની ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત થયેલા શુભમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા બંને યુવકોના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.
અમન અને અભિષેકના મોતના સમાચાર મળતા જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલો અભિષેક તેના માતા પિતાનો એકનો એક દીકરો હતો અને તે બે બહેનોનો એકનો એક લાડકવાયો ભાઈ હતો. આ ઘટના બનતા જ હસતો ખેલતો પરિવાર માતમ માં ફેરવાઈ ગયો છે. હાલમાં તો પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment