રાજકોટમાં 3 યુવકોએ જાહેરમાં એક BMW કાર માંથી 3 લાખ રૂપિયાની કરી ચોરી – જુઓ લાઇવ ચોરીનો વિડીયો

84

રાજકોટમાં જાહેરમાં ત્રણ લાખ રૂપિયાની ચોરી નો વિડીયો મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટના યજ્ઞેશ રોડ પર સમી સાંજે જાહેરમાં 3 વ્યક્તિઓ દ્વારા સાથે મળીને BMW કાર માંથી 10 સેકન્ડમાં 3 લાખ રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ જાય છે.

મળતી માહિતી મુજબ રાજકોટના યાજ્ઞિક રોડ પર ઇમ્પિરિયલ હોટલ ની સામે માધવ કોમ્પલેક્ષ ની બહાર રસ્તા પર એક BMW કાર પાર્ક કરવામાં આવી હતી. તે બી.એમ.ડબલ્યુ કાર માં 3 લાખ રૂપિયા રોકડા પડ્યા હતા. ત્રણ વ્યક્તિઓને આ વાતની જાણ થતા તેઓએ ચોરી કરવાનો પ્લાન બનાવ્યો હતો.

મળતી માહિતી મુજબ ત્રણ વ્યક્તિઓ પ્લાન બનાવીને વેપારી યુવાનની નજર ચુકાવીને બી.એમ.ડબલ્યુ કાર માંથી ત્રણ લાખ રૂપિયા લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.

પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે ત્રણેય વ્યક્તિઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે જાહેરમાં જ ત્રણ વ્યક્તિઓ કેવી રીતે કારમાંથી ત્રણ લાખ રૂપિયા ચોરી કરીને ફરાર થઈ જાય છે.

મળતી માહિતી મુજબ પ્રજેશ દક્ષિણી નામના યુવાન માધવ કોમ્પલેક્ષ ખાતે તેના મિત્રની શોપ પર મોબાઈલ ના કામ માટે આવ્યા હતા. કામ પૂર્ણ થયા બાદ તેઓ ગાડીમાં પરત જતા હતા. ક્યારે લગભગ સાત વાગ્યાની આસપાસ એક અજાણ્યા વ્યક્તિએ ગાડીનો દરવાજો ખખડાવ્યો હતો અને એમ કહ્યું કે તમારા રૂપિયા નીચે પડી ગયા છે.

આમ કહેતાં જ કારમાં બેઠેલ વ્યક્તિ પૈસા લેવા માટે નીચે ઉતરે છે ત્યારે બાજુની સીટ પર પડેલા ત્રણ લાખ રૂપિયા લઈને અજાણી વ્યક્તિ ત્યાંથી રફુચક્કર થઇ જાય છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે ત્રણ વ્યક્તિઓને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!