આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક રૂવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક કન્ટેનર ચાલકે ત્રણ મહિલાઓને કચડી નાખી હતી. જેમાંથી બે મહિલાઓના ઘટના સ્થળે નોંધ થયા છે. જ્યારે અન્ય એક મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ હતી, તેને સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે એક ટ્રક ચાલકે બાઈક પર સવાર પતિ-પત્નીને જોરદાર ટક્કર લગાવી હતી. જેથી ત્રણેય મહિલાઓ ઇજાગ્રસ્ત થયેલા પતિ પત્નીને સારવાર માટે હોસ્પિટલ લઈ જઈ રહી હતી. આ દરમિયાન પાછળથી આવતા કન્ટેનરે ત્રણેય મહિલાઓને કચડી નાખી હતી.
અકસ્માતની ઘટના બન્યા બાદ સ્થાનિક લોકો ભારે ગુસ્સામાં ભરાયા હતા અને મૃત્યુ પામેલી બંને અને મહિલાના મૃતદેહને આગરા-કાનપુર હાઇવે ઉપર મૂકીને હાઇવે રોડ બ્લોક કરી દીધો હતો. પ્રતિભામેલી મહિલાના પરિવારજનોને ગામના લોકોએ આરોપીની ધરપકડ કરવાની માંગ કરી હતી. લગભગ દોઢ કલાક સુધી હાઈવે રોડ બ્લોક રહ્યો હતો.
ત્યારબાદ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને આરોપી સામે યોગ્ય કાર્યવાહી થશે તેવું પરિવારજનોને આશ્વાસન આપ્યું હતું. આ ઘટના આજરોજ સવારે 5:00 વાગ્યાની આસપાસ બની છે. મળતી માહિતી અનુસાર સવાર સવારમાં પતિ પત્ની બાઈક પર જઈ રહ્યા હતા, ત્યારે એક ટ્રકે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.
આ અકસ્માતની ઘટના બની ત્યારે ત્રણ મહિલાઓ ત્યાં હાજર હતી. પછી ત્રણેય મહિલાઓ મળીને ઈજાગ્રસ્ત થયેલા પતિ પત્નીને સારવાર માટે હોસ્પિટલ લઈને જતા હતા. આ દરમિયાન પાછળથી આવી રહેલા એક ઝડપી કન્ટેનર આ ત્રણેય મહિલાઓને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બે મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું હતું અને એક મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી.
આ ઘટનામાં 43 વર્ષની નેમાદેવી અને 45 વર્ષની મીથીલેશ કુમારી નામની મહિલાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. અકસ્માતાની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment