પાણી પીવડાવીને BSCના એક વિદ્યાર્થી સાથે 3 થી 4 અજાણ્યા વ્યક્તિઓએ કર્યું એવું કે, વિદ્યાર્થી નું મૃત્યુ… જુઓ વિડિયો

90

હરિયાણાના મહેન્દ્રગઢની એક શરમજનક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર અહીં એક પછાત જાતના વિદ્યાર્થીને અજાણ્યા વ્યક્તિઓ દ્વારા લાકડી વડે ધોકાવામાં આવ્યો છે. અને આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સામે આવ્યો છે. આ ઘટના બન્યા બાદ વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને સારવાર દરમ્યાન વિદ્યાર્થીઓ નું મૃત્યુ થયું છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે અજાણ્યા વ્યક્તિઓ વિદ્યાર્થીઓને લાકડી વડે ધોકાવી રહ્યા છે અને સાથે-સાથે વિદ્યાર્થીને વચ્ચે-વચ્ચે પાણી પીવડાવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના 9 ઓક્ટોબરના રોજ બની હતી. અને આ ઘટનાનો વીડિયો આજરોજ સામે આવ્યો છે.

આ સમગ્ર ઘટનાને લઇને મહેન્દ્રગઢ પોલીસે 6 અજાણ્યા વ્યક્તિઓની વિરુદ્ધમાં કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ દ્વારા ફુકરા નામના એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવ્યું છે. કોર્ટે તેને બે દિવસના રિમાન્ડ પર મોકલ્યો છે. મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ ગૌરવ છે.

તેની ઉંમર 18 વર્ષની હતી. તે મહેન્દ્રગઢ જિલ્લાના બવાના ગામનો રહેવાસી હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું કે ગૌરવને ખૂબ જ ધોકાવાના કારણે તેનું મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર આ 9 ઓક્ટોબરના રોજ બપોરના સમયે મહેન્દ્રગઢથી ગૌરવ પોતાની બાઇક લઇને ઘર તરફ પરત જઇ રહ્યો હતો.

ત્યારે રસ્તામાં માલડામાં મહેર ની પાસે અજય, મોહન અને રવિ કેપ્ટન સહિત 10 થી વધુ લોકોએ ગૌરવને અટકાવ્યો હતો. અને ગૌરવ કોઈ વાત સમજે તે પહેલા જ 3 થી 4 અજાણ્યા વ્યક્તિ હોય તેને ચારેય બાજુથી ઘેરી લીધો હતો. અને ત્યારબાદ ગૌરવને ધોકાવાનું શરૂ કર્યું હતું. ગૌરવે તેમને હાથ જોડીને પોતાને છોડી દેવાની વિનંતી પણ કરી હતી. પરંતુ આરોપીઓએ તેને સતત ધોકાવ્યો હતો.

ત્યાર બાદ આરોપીઓ થોડીક વાર ઉભા રહી જાય છે અને ગૌરવને પાણી પીવડાવે છે અને ત્યારબાદ ફરીથી તેને લાકડી વડે ધોકાવી છે. મળતી માહિતી અનુસાર ત્યારબાદ ગૌરવને હોટલની પાછળ લઇ ગયા હતા અને ત્યાં તેને ખૂબ જ ધોકાવ્યો હતો. અને ત્યારબાદ ગૌરવની ઘટના સ્થળે જ મૂકીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતા ગૌરવના પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેને સારવાર માટે હોસ્પિટલ લઇ ગયા હતા. ત્યારે સારવાર દરમિયાન ગૌરવ નું મૃત્યુ થયું હતું. મળતી માહિતી અનુસાર 15 સપ્ટેમ્બરના રોજ દેવી જાગરણ થઈ રહ્યું હતું ત્યારે ગૌરવ અને રવિ નામના વ્યક્તિ વચ્ચે બોલાચાલી થઇ હતી તેના કારણે ગૌરવ સાથે આ રીતની ઘટના બની છે તેઓ સામે આવ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!