ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે બોરસદના ઝારોલા પાસે બનેલી એક કાળ જો કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. અહીં ટ્રક અને કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. અકસ્માત આટલો ભયંકર હતો કે, રોડ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. ઝારોલા બસ સ્ટેશન પાસે મોડી રાત્રે આ ભયંકર અકસ્માત સર્જાયો હતો.
અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો અને પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા ત્રણેય લોકોના મૃતદેહને બહાર કાઢ્યા હતા. અકસ્માત આટલો ભયંકર હતો કે કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ભાંગીને ભૂક્કો થઈ ગયો હતો. હાલમાં તો આ ઘટનાને લઈને પોલીસે વધુમાં કાર્યવાહી શરૂ કરી દીધી છે.
અકસ્માતની ઘટનાની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ભયંકર અકસ્માતની તસવીરો જોઈને ભલભલા લોકોના રુવાડા બેઠા થઈ ગયા છે. ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયું હતું. અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે બની તેની કોઈપણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment