હાલમાં ગુજરાત રાજ્યમાં હાર્ટ એટેક આવવાના દિશાઓ ખૂબ જ વધી ગયા છે. તમે ઘણી એવી ઘટનાઓ સાંભળી હશે જેમાં ક્રિકેટ રમતી વખતે, ગરબા રમતી વખતે અથવા તો જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવતા લોકોના મોત થતા હોય છે. ત્યારે રાજકોટમાં એક જ દિવસમાં બનેલા ત્રણ હાર્ટ એટેકના બનાવ વિશે આજે આપણે વાત કરવાના છીએ. જેમાં બે યુવકો અને એક યુવતીનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.
હાર્ટ એટેક આવવાના કારણે મોત થનાર યુવતીનું નામ અંજનાબેન ગોંડલીયા હતું. જાણવા મળી રહ્યું છે કે અંજનાબેન પોતાના સસરા પક્ષ સાથે જેતપુરના મેળામાં ગયા હતા. અહીં તેઓ ચકડોળમાં બેઠા હતા. ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. પછી અંજનાબેનને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ તેમનો જીવ બચી શક્યો નહીં. અંજનાબેનનું મોત થતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. જાણવા મળી રહ્યું છે કે અંજનાબેનની સગાઈ થોડાક સમય પહેલા જ થઈ હતી.
બીજી ઘટના વાત કરીએ તો આ ઘટના જેતપુર શહેરમાં બની હતી. આ ઘટનામાં 26 વર્ષના વિજય મેઘનાથી નામના યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. વિજય જેતપુરના પંચવટી વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહેતો હતો. અહીં તેને હાર્ટ એટેક આવ્યો હતો, આ કારણોસર તેનું મોત થઈ ગયું હતું. વિજયને હાર્ટ એટેક આવ્યા બાદ પરિવારના સભ્યો વિજયને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં હાજર ડોક્ટરે વિજયની તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ વિજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યું હતું.
ત્રીજી ઘટનાની વાત કરીએ તો, આ ઘટનામાં રાજકોટમાં 25 વર્ષના જતીને સરવૈયા નામના યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. રાજકોટ શહેરના જુના માર્કેટિંગ યાર્ડ પાસે વીર હનુમાનજી ચોક પાસે જન્માષ્ટમીનો કાર્યક્રમ ચાલી રહ્યો હતો. જતીન ત્યાં ડેકોરેશન નું કામ કરતો હતો. આ દરમિયાન તેને અચાનક જ છાતીમાં દુખાવો શરૂ થઈ ગયો હતો. જેથી જતીનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સિવિલ હોસ્પિટલમાં હાજર ડોક્ટર દ્વારા જતીનને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જતીનના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યો તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચ્યા આવ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment