રાજકોટમાં વધુ 3 લોકોના હાર્ટ એટેક આવવાના કારણે કરુણ મોત… હે ભગવાન આવા દિવસો કોઈને ન બતાવતો…!

છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે નાની ઉંમરના યુવાનોથી લઈને મોટી ઉંમરના વ્યક્તિઓમાં મોત થવાની ઘટનાઓ ખૂબ જ વધી જાય છે. ત્યારે રાજકોટ શહેરમાં બનેલી વધુ ત્રણ તેવી જ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં રાજકોટમાં ત્રણ લોકોને હાર્ટ એટેક આવવાના કારણે મોત થયા છે. મૃત્યુ પામેલા ત્રણ લોકોમાંથી એક વ્યક્તિ ફાસ્ટ ફૂડનો ધંધો કરે છે અને બે શ્રમિકો છે. આ ઘટના બનતા જ 3 હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, રાજકોટમાં દિલીપભાઈ સોલંકી નામના વ્યક્તિ એકની એક બહેનના એકના એક ભાઈ હતા. દિલીપભાઈ સોલંકીને સંતાનમાં બે દીકરાઓ છે. જાણવા મળી રહ્યું છે કે દિલીપભાઈનું અચાનક જ હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. આ ઘટના બનતા જ બે સંતાન હોય પિતાની છત્રછાયા ગુમાવી છે.

બીજી ઘટનાને લઈને વાત કરીએ તો, જામનગર રોડ ઉપર આવેલી મહાદેવ સોસાયટીમાં રહેતા અને મારવાડી કોલેજમાં લેબર તરીકે ફરજ બજાવતા 26 વર્ષના ગૌતમભાઈ હરિભાઈ વાળા નામના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. ગૌતમભાઈ સવારે 10:30 વાગ્યાની આસપાસ પોતાના ઘરે હતા. ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો.

જેના કારણે તેઓ બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. ત્યાર પછી તો ગૌતમભાઈ ને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ગૌતમભાઈને મૃત જાહેર કર્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, ગૌતમભાઈ નું મોત થતાં બે મહિનાની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

ત્રીજી ઘટનાને લઈને વાત કરીએ તો, રસુલપરામાં આવેલ હુસેન ચોકમાં રહેતા 48 વર્ષના બોદુભાઈ નામના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. બોદુભાઈ સવારે લગભગ આઠ વાગ્યાની આસપાસ પોતાના દીકરા સાથે બાઈક લઈને શાપર કારખાનામાં કામ કરવા માટે જતા હતા.

ત્યારે રસ્તામાં અચાનક જ તેમને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. એટલે તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં જાણવા મળ્યું કે બોદુ ભાઈનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થઈ ગયું છે. બોદુ ભાઈના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*