હાલમાં વરસાદને કારણે તમામ ડેમો અને નદીઓની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે નદીની આસપાસના ગામોમાં પાણી ગરકાવ થઈ ગયા છે. ગામમાં પાણી આવવાના કારણે પુર જેવી સ્થિતિ સર્જાય છે અને લોકોને ઘણું નુકસાન પણ થયું છે. ત્યારે નદીઓમાં નવા નીર આવતા યુવાનો નદીઓમાં નહાવા માટે જતા હોય છે.
ચોમાસામાં પાણીની વધુ આવક થવાને કારણે નદીઓમાં નવા નીર આવતા હોય છે પરંતુ ઘણી વખત નવું પાણી ઊંડું હોવાથી ક્યારેક પાણીમાં ડૂબી જવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. હાલમાં આવી જ એક ઘટના બાયડના લીંબ ગામમાંથી સામે આવી છે, નદીમાં ડૂબી ગયેલો યુવકનો મૃતદેહ 1.5 કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો.
બાયડ તાલુકાના વરસાદના ત્રીજા રાઉન્ડમાં ભારે પાણીની આવક થઈ છે. નદીઓમાં ભારે પ્રમાણમાં પાણી આવ્યા છે ત્યારે બાયડના ઉત્તરે આવેલ લિંબ ગામે માઝૂમ નદીમાં ગામના ત્રણ યુવકો બુધવારે બપોર બાદ નહાવા માટે ગયા હતા. જેમાં ત્રણેય યુવકો ઊંડા પાણીમાં જતા ડૂબવા લાગ્યા હતા.
પરંતુ બે યુવકો બચી ગયા જ્યારે ત્રીજો યુવક 20 વર્ષીય ધર્મેન્દ્રસિંહ પરમાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેથી વહીવટી તંત્ર અને પરિવારના લોકો મોટી સંખ્યામાં ઉમટયા હતા. અંબાલીયારા પોલીસ પણ ત્યાં આવી અને યુવકને શોધી કાઢવા માટે મોડાસા પાલિકા ફાયર ની ટીમને જાણ કરી હતી.
જેથી 24 કલાકની શોધખોળ બાદ આજે સવારે લીંબથી 1.5 કિલોમીટર જેટલા દૂર વાસણી ગામે નદીમાંથી જ મૃતદેહ મળી આવ્યો હતો. જેથી મોડાસા પાલિકાના ફાયર ઓફિસર હેમરાજસિંહ વાઘેલા સહિત સ્ટાફ મિત્રોએ મૃતક ધર્મેન્દ્રસિંહ પરમારના મૃતદેહને નદીમાંથી બહાર કાઢ્યો હતો. ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment