3 મિત્રોએ મળીને એક યુવક સાથે કંઈક એવું કર્યું કે…યુવકના ગળામાં 100 વખત ધારદાર સોય…હિમ્મત હોય તો જ આગળ વાંચજો…

Published on: 12:15 pm, Sun, 20 November 22

મિત્રો સમગ્ર દેશભરમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજું કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં ત્રણ મિત્રોએ મળીને એક મિત્ર સાથે કંઈક એવું કર્યું કે સાંભળીને તમે પણ હચમચી જ હશો. 10 ડિસેમ્બરે થયેલી જીવ લેવાની ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે.

મૃત્યુ પામેલા યુવકનું નામ મનોજ યાદવ હતું અને તેની ઉંમર 20 વર્ષની હતી. મનોજ યાદવના જીવ લેવાના કેસમાં પોલીસે બે મિત્રોની ધરપકડ કરી છે. તેની પાસેથી મૃત્યુ પામેલા મનોજ નો મોબાઇલ પણ મળી આવ્યો હતો. હજુ પણ અન્ય એક યુવકની શોધખોળ ચાલુ છે. મળતી માહિતી અનુસાર 10 નવેમ્બરના રોજ મૃત્યુ પામેલા યુવકની ઓળખ તથા જ પોલીસે મૃત્યુનો ભેદ ઉકેલવાનું શરૂ કરી દીધું હતું.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો 9 ડિસેમ્બરના રોજ મનોજ પોતાના મિત્રો સાથે ઘરની બહાર નીકળ્યો હતો. રસ્તામાં તમામ મિત્રોએ મળીને ડ્રગ્સના ડોઝ લીધા હતા. ડ્રગ્સના વધુ ડોઝ લેવા માટે મિત્રો વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. આરોપીએ જણાવ્યું કે છેલ્લા ડોઝ માટે અમારા વચ્ચે ઝઘડો થયો હતો.

છેલ્લો વધેલો ડોઝ મનોજ માંગતો હતો. જેને લઈને મિત્રો વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ઝઘડો એટલો વધી ગયો કે ત્રણેય મિત્રોએ મળીને મનોજને પકડી રાખ્યો ત્યારબાદ ડ્રગ્સની સોયથી 100 વખત મનોજના ગળા ઉપર પ્રહાર કર્યા. જેના કારણે મનોજ નું મોત થયું હતું.

આ ઘટના બકસરમાં બની હતી. આ સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસે તાત્કાલિક આરોપીઓની પકડવાની કામગીરી શરૂ કરી દીધી હતી. પોલીસે મૃત્યુ પામેલા મનોજના મોબાઈલના આધારે આરોપીઓને ઝડપી પાડ્યા હતા. મનોજનો જીવ લીધા બાદ આરોપી મિત્રો તેનો ફોન લઈને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા.

પોલીસે ટેકનીકલ તેમની મદદ લઈને મૃત્યુ પામેલા યુવકના મોબાઇલ સાથે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાના ગુનાની કબુલાત પણ કરી હતી. હજુ પણ એક યુવકની શોધખોળ પોલીસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "3 મિત્રોએ મળીને એક યુવક સાથે કંઈક એવું કર્યું કે…યુવકના ગળામાં 100 વખત ધારદાર સોય…હિમ્મત હોય તો જ આગળ વાંચજો…"

Leave a comment

Your email address will not be published.


*