પિતાની નજર સામે 3 કૂતરાઓ મળીને 2 વર્ષના માસુમ બાળક પર તૂટી પડ્યા… બાળકને એવું દર્દનાક મોત મળ્યું કે… સાંભળીને હૈયુ ધ્રુજી ઉઠશે…

જુનાગઢ જિલ્લાના માણાવદર પંથકના ગણા ગામે છોટાઉદેપુરના નાનાવટા ગામનો પરિવાર મજુરી અર્થે આવેલો હતો. એમાં જગદીશ રાઠવાનો બે વર્ષનો રવીન્દ્ર નામનો પુત્ર પોતાના ઘર પાસે રમતો હતો. ત્યારે ત્રણ કુતરા આવી ચડિયા હતા અને તેને ફાડી ખાધો હતો, કુતરાઓના ભસવાના અવાજમાં બાળકનો અવાજ દબાઈ ગયો હતો.

જોકે બાળકના પિતાની નજર પડતા તેમણે દોટ મૂકીને દીકરાને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. દીકરાને સારવાર મળે તે પહેલા જ એકનો એક પુત્ર ઈશ્વરને વહાલો થઈ ગયો હતો. વિગતવાર જાણીએ તો જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના ગણા ગામે પરપ્રાંતીય પરિવાર પોતાનું ગુજરાન ચલાવવા મજૂરી અર્થે આવ્યો હતો.

ત્યારે ગણા ગામના કરસનભાઈ ની વાડીએ રહેતા અને ભીમભાઈની વાડીમાં કામ કરતા છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના નાનાવટા ગામના જગદીશભાઈ રાઠવા ને એક નો એક બે વર્ષનો પુત્ર રવિન્દ્ર વાડીમાં રમતો હતો. ત્યારે ત્રણ કુતરાઓએ આંતક મચાવીને આ બે વર્ષના બાળક પર હુમલો કર્યો હતો.

આ દરમિયાન જગદીશભાઈ નું ધ્યાન પડતા બાળકને કુતરાઓની ચુંગાલમાંથી બચાવ્યો હતો. ત્યારબાદ 108 ને જાણ કરતાં સારવાર અર્થે માણાવદર સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા અધવચ્ચે જ બે વર્ષના બાળકનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ માણાવદર ફરજ પરના ડોક્ટરે બાળકના મૃતદેહને જામનગર પેનલ પી.એમ માટે મોકલ્યો હતો

. જ્યાં પોસ્ટમોર્ટમ બાદ પરિવાર બાળકના મૃતદેહને લઈને વતન ગયો હતો. એક ના એક બાળકનું મૃત્યુ થતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આજકાલ દિવસે અને દિવસે કૂતરાઓનો ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે. જેથી ઘરની બહાર રમતા બાળકોનું ધ્યાન રાખવું નહીંતર કુતરાઓને કારણે ઘણી વખત એકના એક બાળકને ખોવા પડે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*