હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં પાણીમાં ડૂબી જવાના કારણે 3 પિતરાઈ ભાઈઓના મોત થયા છે. ઘટના બનતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. મળતી માહિતી અનુસાર ત્રણેય ભાઈઓ પોતાના મિત્રો સાથે નદીમાં સ્નાન કરવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન ત્રણેય પિતરાઈ ભાઈઓ પાણીમાં ડુવા લાગ્યા એટલે તેમના સાથી મિત્રોએ બુમાબુમ કરી હતી.
જેના કારણે આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ તો ઘટનાની જાણ પોલીસ અને સ્થાનિક તરવૈયાને કરવામાં આવી હતી. પછી નદીમાં ડૂબી ગયેલા ત્રણેય પિતરાઈ ભાઈઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી હતી. લગભગ અઢી કલાક બાદ ત્રણેયના મૃતદેહ પાણીમાંથી મળી આવ્યા હતા.
આ ઘટનાની માહિતી મળતા જ મૃતકોના પરિવારના સભ્યો દોડતા થઈ ગયા હતા. આ દુઃખદ ઘટના રાજસ્થાનના બાડમેરમાં લુણી નદીમાં બની હતી. વિગતવાર વાત કરે તો 15 વર્ષનો રાહુલ, 16 વર્ષનો વિકાસ અને 15 વર્ષનો મહેન્દ્ર તેમના મિત્રો સાથે રમી રહ્યા હતા. રમતા રમતા તેઓ પોતાના ઘરથી અડધો કિલોમીટર દૂર આવેલી લુણી નદી પાસે પહોંચ્યા હતા.
ત્યારબાદ ત્રણેય પિતરાઈ ભાઈઓ પોતાના મિત્રો સાથે નદીમાં ન્હાવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન ત્રણેય ઊંડા પાણીમાં ચાલ્યા ગયા હતા, આ કારણસર તેઓ પાણીમાં ડૂબવા લાગ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ તેમના સાથી મિત્રોએ આસપાસના લોકોને કરી હતી. ઉપરાંત ઘટનાની માહિતી મળતા પોલીસ પણ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
પછી અઢી કલાક બાદ ત્રણેય પિતરાઈ ભાઈઓના મૃતદેહ નદીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. દીકરાઓનું મૃતદેહ જોઇને માતા પિતા આઘાતમાં સરી પડ્યા હતા. મૃત્યુ પામેલા ત્રણેય બાળકો એક જ પરિવારના સભ્યો છે. ત્રણે પિતરાઈ ભાઈઓ છે અને ત્રણેય ના પિતા ખેતી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. દીકરાઓનું મોત થયા બાદ પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment