હાલમાં તો અયોધ્યામાં પ્રભુ શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી જાય છે. દેશના અલગ અલગ ખૂણેથી કેટલી ગતિ વસ્તુઓ અયોધ્યા પહોંચી રહે છે. આ બધા વચ્ચે ભગવાન મહાકાલની નગરી ઉજ્જૈનથી પ્રભુ શ્રીરામની નગરી અયોધ્યામાં 5 લાખ લાડુ મોકલવામાં આવશે.
મિત્રો તમને જણાવી દઈએ કે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મહાકાલ મંદિરમાંથી આવેલા લાડુ પ્રભુ શ્રીરામને ચઢાવવામાં આવશે અને પછી આ લાડુનું ભક્તોને પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ કે, હાલમાં તો લાડુ બનાવવાનું કામ શરૂ છે.
તમને જણાવી દઈએ કે 25,000 કિલો લાડુનો પ્રસાદ બનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસાદ લગભગ એક કરોડ રૂપિયાની કિંમતમાં બનશે. 22 જાન્યુઆરીના રોજ પ્રભુ શ્રીરામના પણ પ્રતિષ્ઠાના દિવસે આ લાડુ પ્રભુ શ્રી રામના ચરણમાં અર્પણ કરવામાં આવશે અને પછી તમામ લાડુ ભક્તોને પ્રસાદમાં આપવામાં આવશે.
આ લાડુ તૈયાર કરવા માટે લગભગ પાંચ દિવસનો સમય લાગશે. ઉજ્જૈનથી લાડુને અયોધ્યા પહોંચાડવા માટે લગભગ ત્રણથી પાંચ ટ્રકની વ્યવસ્થા કરવી પડશે. 17 કે 18 તારીખના રોજ આ લાડુ અયોધ્યા જવા માટે રવાના થશે અને 21 તારીખે આ લાડુ અયોધ્યા પહોંચી.
મિત્રો તમને જણાવી દઈએ કે, પાંચ લાખ લાડુ બનાવવા માટે 8000 કિલો શુદ્ધ ઘી, 9000 કિલો ખાંડ, 7000 કિલો ચણાનો લોટ,1 ટન કાજુ, 1000 કિલો એલચી અને 5000 કિલો દ્રાક્ષ ઉપયોગમાં લેવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment