મિત્રના મૃત્યુના 25 દિવસ બાદ આઘાતમાં યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યુ – સુસાઇડ નોટમાં લખ્યું હતું એવું કે વાંચીને રડી પડશો…

મિત્રો હાલમાં આપણે સામે ગુજરાતની એવી ઘટના સામે આવી છે, જે સાંભળીને તમારી આંખમાં પણ આંસુ આવી જશે. સોમવારના રોજ જામનગર તાલુકાના ચંપાબેરાજા ગામમાં રહેતા એક યુવાને પોતાના ઘરે ગળાફાંસો ખાઈને પોતાનું પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. યુવાનના મૃત્યુના કારણે તેના પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

મૃત્યુ પામેલા યુવાનના રહેતા જીગરી જાણ મિત્ર આજથી 25 દિવસ પહેલા પોતાનું જીવન ટૂંકાવવી લીધું હતું. મિત્રના મૃત્યુ બાદ યુવકને ખૂબ જ આઘાત લાગ્યો હતો. જેના કારણે તેને જીવવામાં કોઈ રસ રહ્યો ન હતો તેના કારણે તેને આ પગલું ભર્યું છે તેવું પોલીસે જાહેર કર્યું છે.

જામનગર તાલુકાના ચાંપાબેરાજા ગામે રહેતા 23 વર્ષીય મોહિત જગદીશભાઈ ભટ્ટ નામના યુવાને પોતાના ઘરમાં પંખાના હુક પર ચાદર બાંધીને ગળાફાંસો ખાઈને પોતાનું જીવનને ટૂંકાવ્યું હતું. મોહિતના મૃત્યુના કારણે ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો. આ સમગ્ર ઘટનાની જાણ મોહિતના મોટાભાઈ પોલીસને કરી હતી.

ઘટનાની માહિતી મળતા પંચકોશી બી.ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મોહિતના મૃતદેહ પર કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસને પૂછપરછ દરમ્યાન અને તપાસ દરમિયાન મોહિતે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મોહિતે લખ્યું હતું કે, તેના જીગરી જાન મિત્ર અને સિક્કામાં રહેતા ધવલ જયેશભાઈ રાવલને કોઈ કામ ધંધો મળતો ન હતો.

તેથી ધવલે ગત 7 તારીખના રોજ પોતાનું જીવન ટકાવી લીધું હતું. તેના વિયોગમાં મોહિતે આ પગલું ભર્યું છે તેવું જાહેર થયું છે. પોલીસને મોહિતે લખીને બે પાનાની સુસાઇડ નોટ મળી હતી. મોહિતે સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ” ધવલના મૃત્યુની અંતિમ વિધિ થાય તે માટે આટલા દિવસ સુધી જીવતો રહ્યો હતો. મહાદેવ મામા તમને બધાને મૂકીને જવું છું. હવે મારાથી રહેવાતું નથી.

હું મારા જીગરી જાણ મિત્રને ભૂલી શકતો નથી, કંઈ ભૂલ થઈ હોય તો માફ કરજો. બસ મારા મમ્મીનું ધ્યાન રાખજો. વધુમાં તેને લખ્યું હતું કે પપ્પાએ મને શીખવાડ્યું હતું કે, કોઈનો સાથ છોડવો નહીં અને ધવલતો મારો જીવ હતો. ધવલ મારો જાન જીગર હતો એના વગર બધું નકામું છે, આવજો…!” હાલમાં આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*