24 વર્ષની મહિલા કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂકાવ્યો, મૃત્યુનું કારણ હજુ પણ અકબંધ…જાણો સમગ્ર ઘટના

આજકાલ જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. યુવાનો અને યુવતીઓ નાની નાની બાબતમાં સુસાઇડ જેવું મોટું પગલું ભરી લેતા હોય છે. ત્યારે ગુજરાતમાં આવી ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં એક મહિલા કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂકાવ્યો છે.

બોટાદ જિલ્લાના પોલીસ બોર્ડમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. આ ઘટના બનતા જ મહિલા કોન્સ્ટેબલના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલી મહિલા કોન્સ્ટેબલનું નામ અલકાબેન બાબુભાઈ જીડીયા હતું અને તેની ઉંમર 24 વર્ષની હતી.

બોટાદ તાલુકાના બોડી પીપરડ ગામની મહિલા કોન્સ્ટેબલ બોટાદ શહેરના તુરખા રોડ ઉપર આવેલા હનુમાન પુરીમાં હતી. મળતી માહિતી અનુસાર ગઈકાલે સાંજે તેને ગળાફાંસો ખાઈને પોતાનો જીવ ટૂકાવ્યો હતો. આ ઘટના બનતા આજે ચારેબાજુ ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.

મળતી માહિતી અનુસાર અલકાબેન બોટાદ જિલ્લાના પોલીસમાં હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હતા. આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. અલકાબેન પાસેથી કોઈ પણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી. અલકાબેને આ કયા કારણોસર આ પગલું ભર્યું તેનું કારણ હજુ પણ અકબંધ છે.

હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. મૃત્યુ પામેલા અલકાબેનના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ મૃતદેહને પરિવારજનોને સોંપી દેવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*