22 વર્ષની ખુબસુરત હસીના પર “શુભમન ગીલનું” આવ્યું દિલ!!! સોશિયલ મીડિયામાં ડેટિંગની ચાલી ચર્ચાઓ

ભારતીય ક્રિકેટ ટીમના યંગ ખેલાડીઓ હંમેશા લોકોની વચ્ચે કોઈને કોઈ કારણને લીધે ચર્ચાનો વિષય બની જતા હોય છે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે ભારતીય ક્રિકેટ ટીમના યુવા બેટ્સમેન તરીકે જાણીતા શુભમનગિલ નું નામ અત્યાર સુધી અનેક અભિનેત્રી સાથે જોડાઈ ચૂક્યું છે પરંતુ હજુ સુધી તેની કોઈ સાચી ખબર સામે આવી નથી કે હકીકતમાં શુભમન ગીલ કોને પ્રેમ કરી રહ્યો છે. આપને જણાવી દઈએ કે વર્લ્ડ કપ 2023 માં શુભમનગીલ નું નામ સચિન તેંડુલકર ની દીકરી સારા તેંડુલકર સાથે જોડવામાં આવ્યું હતું. પરંતુ આ ખબર ને લઇ કોઈ ખાસ સ્પષ્ટતા સામે આવી ન હતી. હાલમાં જ શુભમન ગીલ ફરીવાર અભિનેત્રી સાથેના સંબંધોને લઈ સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બની ગયો છે જેને લઇ ચારે કોર નવા ભાભી ની વાતો પણ સંભળાઈ રહી છે પરંતુ સત્ય હકીકત શું છે ચાલો આપને જણાવીએ.