હાલમાં બનેલી એક ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમે પણ ચોકી ઉઠશો. શહેરમાં પોલીસ પ્રોટેક્શન હાઉસમાં એક યુવતીએ શંકાસ્પદ સંજોગોમાં સુસાઇડ કરી લીધું હતું. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઈ હતી. મૃત્યુ પામેલી યુવતી નું નામ ગાયત્રી હતુ અને તેની ઉંમર 21 વર્ષની હતી.
ગાયત્રી એક કોલેજમાં અભ્યાસ કરતી હતી. શુક્રવારના રોજ તે પેપર આપવા માટે ઘરેથી નીકળી હતી. સાંજ થઈ ગઈ છતાં પણ તે ઘરે પરત ફરી ન હતી. જેથી પરિવારના લોકોએ ગાયત્રીની શોધખોળ શરૂ કરી હતી. છેવટે પરિવારના લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ગાયત્રી ગુમ થઈ છે તેની ફરિયાદ નોંધાવી હતી.
લગભગ રાત્રે 10:00 વાગ્યાની આસપાસ પરિવારના લોકોને ખબર પડી કે, તેમની દીકરી ફિરોઝાબાદ પોલીસ લાઈન્સ સ્થિત પોલિસ કસ્ટડી પ્રોટેકશન હાઉસમાં છે. ત્યારે આજરોજ સવારે જાણવા મળ્યું કે, ગાયત્રીનું મૃત્યુ પ્રોટેક્શન હાઉસમાં શંકાસ્પદ સંજોગોમાં થયું હતું. ગાયત્રીએ એક યુવક સાથે લવમેરેજ કર્યા હતા.
લગ્ન કર્યા બાદ કોટના આદેશ પર બંનેને પ્રોટેક્શન હાઉસમાં રાખવામાં આવ્યા હતા. કયા યુવક સાથે લગ્ન કર્યા તે હજુ સ્પષ્ટ થયું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગાયત્રીએ પોલીસ પ્રોટેક્શન હાઉસમાં શંકાસ્પદ સંજોગોમાં સુસાઇડ કરી લીધું છે. મળતી માહિતી અનુસાર આજરોજ સવારે જ્યારે પરિવારના સભ્યો પોલીસ સ્ટેશન પહોંચ્યા, ત્યારે પરિવારના લોકોને પોલીસ સ્ટેશનની અંદર જવા દીધા.
જેના કારણે પરિવારના સભ્યો અને પોલીસ વચ્ચે ભારે માથાકૂટ થઈ ગઈ હતી. છેવટે પરિવારના સભ્યો પોલીસ સ્ટેશનના મુખ્ય દ્વાર પર ધારણા પર બેસ્યા હતા. ગાયત્રી એ કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. હાલમાં સમગ્ર ઘટનાને લઈને કાર્યવાહીઓ ચાલી રહે છે.
આ ઘટના હરિયાણાના ફિરોઝાબાદમાં બની હતી. પરિવારના લોકોને શુક્રવારના રોજ રાત્રે 10:00 વાગ્યે જાણવા મળ્યું હતું કે તેમની દીકરી પોલીસ પ્રોટેક્શન હાઉસમાં છે. જ્યારે બીજા દિવસે પરિવારના સભ્યોને દીકરીના મૃત્યુના સમાચાર મળ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment