ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં અકસ્માતના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં BBAમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું કરુણ મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે વિદ્યાર્થી રાત્રે પોતાના ઘરે જઈ રહ્યા હતા.
આ દરમિયાન રસ્તામાં તેની બાઇકને અજાણ્યા વાહને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, અકસ્માતની ઘટનામાં વિદ્યાર્થીનું કરુણ મોત થયું હતું. જ્યારે તેનો સાથી મિત્ર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. જેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અકસ્માતની ઘટના ઇન્દોરમાંથી સામે આવી રહે છે.
વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ અક્ષત હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી. અક્ષત પોતાના મિત્ર હર્ષિત દેસાઈ સાથે બાઈક પર ઘરે આવી રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં કોઈ અજાણ્યા વાહન ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.
ટક્કર એટલી જોરદાર હતી કે ઘટનામાં અક્ષતના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. આ કારણોસર તેનું કરુણ મોત થયું હતું. જ્યારે હર્ષિતના ચહેરા અને હાથના ભાગે ઇજા પહોંચી હતી. જેને આસપાસના લોકો સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા.
માત્ર 21 વર્ષના દીકરાના મોતના સમાચાર મળતા જ પરિવારના સભ્યોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. મૃત્યુ પામેલનો અક્ષત તેના માતા-પિતાનો એકનો એક દીકરો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને ઘટનાને લઈને વધુ તપાસ શરૂ કરી દીધી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment