ગુજરાતમાં જીવન ટૂંકાવવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે સુરતના ભીમરાડ વિસ્તારમાં રહેતા એક યુવકે ગઈકાલે સાંજે કેબલ સ્ટેઇડ બ્રિજ પરથી તાપી નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને નદીમાં શોધખોળ શરૂ કરી હતી.
પરંતુ મોડી સાંજ સુધી શોધખોળ કરવા છતાં પણ યુવકનું મૃતદેહ નદીમાંથી મળ્યું ન હતું. ત્યારે આજરોજ વહેલી સવારે ફરીથી યુવકના મૃતદેહની શોધખોળ કરવાની કામગીરી ફાયર વિભાગની ટીમે હાથ ધરી હતી. ત્યારે પાલ આરટીઓ કચેરીની પાછળના ભાગે તાપી નદીના કિનારે યુવકનું મૃતદેહ મળી આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર ભીમરાડ ગામના રહેવાસી 20 વર્ષીય નીતીશ પટેલ નામના યુવકે અગમ્ય કારણોસર તાપી નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. મળતી માહિતી અનુસાર નીતીશ પોતાની બાઇક લઇને કેબલ સ્ટેઇડ બ્રિજ પર પહોંચ્યો હતો.
ત્યારબાદ તાપી નદીમાં કૂદી ગયો હતો. આ ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. ફાયર વિભાગની ટીમે નિશિતના મૃતદેહની શોધખોળ શરૂ કરી હતી. આજરોજ વહેલી સવારે નીતીશ મૃતદેહ મળી આવ્યો છે.
મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલો નિતીશ પટેલ શ્રી રામ માર્બલમાં કામ કરતો હતો તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે. નિતીશે કયા કારણોસર પોતાનું જીવન ટૂંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પોલીસે નીતીશના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યુ છે.
આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે નિતિશના પરિવાર જનો સાથે વાતચીત કરી છે અને તેમના નિવેદન લીધા છે. પરંતુ તેણે કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ માહિતી મળી નથી. આ ઘટના બનતા જ નીતીશના પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. જવાન જોધ દીકરાનું મૃત્યુ થતાં માતા-પિતા પડી ભાંગ્યા હતા.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment