મિત્રો સાથે નાહવા પડેલા ધારીયા ધોધમાં 2 યુવકો ડૂબી ગયા, બંનેના કરૂણ મૃત્યુ…

હાલમાં બનેલી એક દુઃખદ ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર ધારીયા ધોધ પર નાહવા ગયેલા બે યુવાનોના ડૂબવાના કારણે કરૂણ મૃત્યુ થયા છે. મળતી માહિતી અનુસાર નેત્રંગના ઘણીખુટ ગામે કરજણ નદી પર આવેલા ધારીયા ધોધ પર વિકેન્ડ માણવા ગયેલા બે યુવાનોના કરૂણ મૃત્યુ થયા છે.

જ્યારે અન્ય એક યુવકને બચાવી લેવામાં આવ્યો છે. તેને સારવાર માટે અંકલેશ્વર વેફર કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર રવિવારના રોજ જંબુસર તાલુકામાં ઊબેર ગામના લોકો નેત્રગ ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિરે આત્મીય સ્નેહમિલનમાં આવ્યા હતા. આ કાર્યક્રમ સાંજે સાત વાગ્યે ચાલુ થવાનો હતો.

પરંતુ ગામ થી વેહલા આવી જતા તેઓ કરજણ નદી પરના ધોધની મુલાકાત માટે ગયા હતા. મળતી માહિતી અનુસાર મિત્રો સાથે ધોધમાં નાહવા પડેલા બે મિત્રો અચાનક ડૂબી ગયા હતા. અન્ય એક મિત્રને ત્યાં હાજર લોકોએ બચાવી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

ત્યારબાદ ડૂબી ગયેલા બંને યુવકોને બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ ત્યાં ડોક્ટર એ બંનેને મૃત જાહેર કર્યા હતા. મૃત્યુ પામેલા બંને યુવકો માંથી એકનું નામ વિશાલ પરમાર અને બીજા યુવકનું નામ રાકેશ પઢીયાર હતું.

એક સ્થાનિકે જણાવ્યું કે, લગભગ ત્રણ વાગ્યાની આસપાસ નદી પાસેથી જોરજોરથી બૂમો સંભળાય હતી. બૂમો સાંભળીને તાત્કાલિક ત્યાં દોડી ગયો હતો. અને અન્ય સ્થાનિકો પણ મારી સાથે ત્યાં પહોંચ્યા હતા. નદી પાસે જોયું ત્યારે ત્યાં ટોળું એકઠું થયેલું હતું અને બે લોકો નદીમાં ડૂબી રહ્યા હતા.

કઈ પણ વિચાર્યા વિના મેં નદીમાં ઝંપલાવ્યું અને એકાદ કલાકની મહેનત બાદ બંને યુવકોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. ત્યારબાદ બન્નેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ત્યાં ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. બંનેના મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*