ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટ અટેકના કારણે અનેક લોકોના મોતની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં ક્રિકેટ પ્લેયર થી માંડીને અનેક સ્ટાર્સ અને આમ જનતા ના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો યુવાનોમાં સતત હાર્ટ અટેકના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. યુવાનોમાં હાર્ટ અટેક ના પ્રમાણમાં ભયજનક ઉછાળો આવ્યો છે,
સુરતમાં અલગ અલગ જગ્યાએ બે લોકોના નિધન હાર્ટ અટેકના કારણે થયા તેવું માનવામાં આવી રહ્યું છે. સુરત શહેરમાં આવેલા કાપોદ્રા વિસ્તારમાં એક યુવકનું રહસ્યમય મોત નીપજ્યું છે. 32 વર્ષીય યુવકનું સોડા પીતા પીતા મોત થતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. યુવકે સોડા પીધા બાદ તબિયત લથડી હોય તેવું લાગતા નજીકમાં આવેલી એક દુકાનના બાંકડા પર બેસી ગયો હતો.
આ વાત સીસીટીવી માં કેદ થઈ હતી, ત્યારબાદ યુવક બાકડા પરથી ઉભો થઈને જતો હતો ત્યારે ચાલતા ચાલતા ઢળી પડ્યો હતો. મળેલી માહિતી અનુસાર આ યુવકનું નામ યતીન મોવડીયા હતું. તે કાપોદ્રા વિસ્તારમાં પરિવાર સાથે રહે છે, આજે યતીન કામ અર્થે બહાર નીકળ્યા બાદ કોર્નર પર સોડા પીધી હતી.
સુરતમાં એક જ દિવસે હાર્ટ એટેકથી કારણે 2 યુવકોના મોત, દીકરાની છઠ્ઠીમાં નાચતા નાચતા પિતા… મોતના દ્રશ્યો કેમેરામાં થયા કેદ… pic.twitter.com/5yOGxAJSZ1
— GUJJU ROCKZ (@gujju_rockz) April 21, 2023
ત્યારબાદ યતીનને ગભરામણ થતાં નજીકમાં આવેલી એક દુકાનના બાંકડા પર બેસી ગયો હતો. ત્યારબાદ ચાલતા ચાલતા યતીન ઢળી પડ્યો હતો અને તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેને મૃત જાહેર કરાયો હતો. સ્મિમેર હોસ્પિટલ ખાતે યતીનના મૃતદેહને પોસ્ટમોટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.સ્મિમેર હોસ્પિટલના તબીબો દ્વારા જરૂરી સેમ્પલો લઈને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા.
જેથી મોતનું સ્પષ્ટ કારણ સામે આવે, જોકે હાલ તો યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયું હોવાની શક્યતા જોવાઈ રહી છે. સુરત શહેરના કોસાડ ગામ થી કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જો વાત કરવામાં આવે તો દીકરાની છઠ્ઠીના દિવસે દીકરા નું નામ કરણ થઈ રહ્યું હતું અને આ વચ્ચે નાચતા નાચતા જ અચાનક પિતાનું મોત થતા જોત જોતા માં ખુશી નો માહોલ માતમ માં ફેરવાઈ ગયો હતો.
હાલ પિતા કિરણ ઠાકોરના મૃતદેહ ને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે અને તબીબો દ્વારા અમૃતકના જરૂરી સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. જેથી મોતનું સ્પષ્ટ કારણ સામે આવે અને જાણી શકે કે કયા કારણોસર તેનું મોત નીપજ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment