રાત્રે નોકરી પડતી ઘરે આવતા 2 યુવકોને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત… બંનેના એકસાથે કરુણ મોત…

ગુજરાતમાં આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં નોકરી ઉપરથી પરત આવતા બે યુવકોને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં બંને યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.

આ કારણોસર બંનેનું કરુણ મોત થયું હતું. અકસ્માતની ઘટના દસાડા તાલુકાના વિઠલાપુર ગામ પાસે મોડી રાત્રીના સમયે બની હતી. જાણવા મળી રહ્યું છે કે, વડગામના બે યુવકો બાઈક લઈને નોકરી પરથી ઘરે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં અચાનક જ બાઈકની સામે ગાય આવી જતા બાઈક ચાલક યુવકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો.

જેના કારણે અકસ્માતની ઘટના સર્જાઈ હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ બંને યુવકોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. અહીં હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંને યુવકોએ અંતિમ શ્વાસ લીધા હતા.

ઘટનાની માહિતી મળતા જ બંનેના પરિવારજનો અને સમગ્ર પથકમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનામાં 26 વર્ષીય હર્ષદ પરમાર અને 32 વર્ષીય ત્રિભુવન પરમાર નામના યુવકે પોતાનો જીવ ગુમાવ્યો છે. જાણવા મળી રહ્યું છે કે, બંને પોતાની નોકરી પતાવીને રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા.

ત્યારે અચાનક જ તેમની બાઈકની સામે ગાય આવી ગઈ હતી. જેના કારણે બાઇક સવાર યુવકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બંને યુવકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઘટના બનતા જ બે હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*