શૂલટંકેશ્વર મંદિરમાં રૂદ્રાભિષેક કરવા જતા 2 વિદ્યાર્થીને કાર ચાલકે કચડી નાખ્યા…બંનેનું દર્દનાક મોત…

સોમવારના રોજ સવારે 10:00 વાગ્યાની આસપાસ બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક કાર સવારે બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર બંને વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

ત્યારબાદ બંને વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન બંનેનું મોત થયું હતું. બંને વિદ્યાર્થીઓના મોતના સમાચાર મળતા જ તેમના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. મૃત્યુ પામેલા બંને વિદ્યાર્થીઓ ધોરણ 11 માં અભ્યાસ કરતા હતા.

प्रयागराज :कार की टक्कर से बाइक सवार 11वीं के दो छात्रों की मौत, शिव मंदिर  जा रहे थे रुद्राभिषेक करने - Two Students Of Class Xi Who Were Riding A Bike  Died

આ અકસ્માતની ઘટના પ્રયાગરાજ માંથી સામે આવી રહી છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો, મૃત્યુ પામેલા એક વિદ્યાર્થીનું નામ શુભમ હતુ અને તેની ઉંમર 18 વર્ષની હતી. જ્યારે મૃત્યુ પામેલા બીજા વિદ્યાર્થીનું નામ અશ્વિન હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી. બંને એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હતા. સોમવારના રોજ સવારે નાગ પંચમીના દિવસે તે બંનેશૂલટંકેશ્વર મંદિરમાં રૂદ્રાભિષેક કરવા જઈ રહ્યા હતા.

બંને વિદ્યાર્થીઓ બાઈક લઈને મંદિરે પહોંચે તે પહેલા રસ્તામાં એક કાળા રંગની કારે તેમની બાઇકને જોરદાર ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં બંને વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની માહિતી મળતા પોલીસ અને સ્થાનિક લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

प्रयागराज में हादसे के बाद क्षतिग्रस्त कार।

ત્યાર પછી ઇજાગ્રસ્ત થયેલા બંને વિદ્યાર્થીઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન સૌ પ્રથમ શુભમ એ પોતાનો જીવ ગુમાવ્યો હતો અને લગભગ બે કલાક બાદ અશ્વિને પોતાનો જીવ ગુમાવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કારચાલક અને કારને કસ્ટડીમાં લઈને આગળની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

આ ઘટનામાં એક કાર ચાલકની બેદરકારીના કારણે બે પરિવારે જુવાનજોધ દીકરા ગુમાવ્યા છે. મૃત્યુ પામેલો શુભમ એક બહેનનો એકનો એક ભાઈ હતો. આ ઘટના બનતા જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*