ખાખી વર્દીમાં 2 પોલીસકર્મીઓ પોલીસ સ્ટેશનની અંદર પીઇ રહ્યા હતા દારૂ, બંનેને કરવામાં આવ્યા સસ્પેન્ડ – જુઓ વિડિયો

32

મધ્ય પ્રદેશમાં બે પોલીસકર્મચારીઓનો એક ખુબ જ શરમજનક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ આ સમગ્ર ઘટના મધ્યપ્રદેશના ઝાબુઆમાં એક પોસ્ટ પર બે પોલીસ કર્મચારીઓ દારૂ પીતા હોય તેવો એક વીડિયો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ આ વિડિયો જૂનો છે પરંતુ અત્યારે તે વીડિયો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર SP આશુતોષ ગુપ્તાએ પેરા પોસ્ટમાં તૈનાત ASI લાલસિંહ ચૌધરી અને પેરામાં તૈનાત કેરટેકર ASI પ્રેમચંદ પરમારની આ ઘટનાને લઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

આ ઉપરાંત આ સમગ્ર ઘટનાને લઇને ચોકી ઇનચાર્જ રામસિંહ ચૌહાણ સાથે લાઇન જોડવામાં આવી છે. આ વિડીયો ક્યાંનો છે તેની હજુ કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.

આ વીડિયોને લઈને એસપીએ કહ્યું હતું કે આ વિડીયો ના કારણે પોલીસની છબી ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આ વીડિયો વાયરલ થતાં બંને પોલીસ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.

આ વીડિયો વાયરલ થતાં સાથે જોવા મળ્યું કે તું કે પેરા પોસ્ટ ઇન્ચાર્જ તેમના કર્મચારીઓ પર અસરકારક નિયંત્રણ ધરાવતા જ નથી. મળતી માહિતી અનુસાર આ વિડીયો બુધવારના રોજ સામે આવ્યો હતો અને આ વીડિયો વાયરલ થતાં જ પોલીસ કર્મીઓ પર કાર્યવાહી કરવામાં આવી હતી.

આ વીડિયો વાયરલ થતાં પોલીસની છાપ ખૂબ જ ખરાબ થઈ હતી. આ વીડિયોને કારણે બે પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને આ સમગ્ર ઘટનાને લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!