ગુજરાત રાજ્યમાં દિવસેને દિવસે હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને ગુજરાતના સુરત અને રાજકોટ શહેરમાં હાર્ટ એટેકથી મોત થવાના બનાવો ખૂબ જ વધી ગયા છે. ત્યારે રાજકોટમાં બનેલી તેવી જ એક ઘટના સામે આવી રહી છે. રાજકોટમાં વધુ બે લોકોના હાર્ટ એટેક આવવાના કારણે મોત થયા છે. આ ઘટના બનતા જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
હાર્ટ એટેકના પ્રથમ કિસ્સા વિશે વાત કરીએ તો, કોઠારીયા ગામે રહેતા 45 વર્ષના રાજેશભાઈ ગોવર્ધનભાઈ ભૂત નામના વ્યક્તિનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું હતું. આ ઘટના આજરોજ સવારે લગભગ 10:00 વાગ્યાની આસપાસ બની હતી. જ્યારે રાજેશભાઈ પોતાની વાડીએ હતા ત્યારે અચાનક જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો, જેના કારણે તેઓ બેભાન થઈને ઢળી પડ્યા હતા.
પછી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન રાજેશભાઈએ અંતિમ શ્વાસ લીધા હતા. પછી ઘટનાની માહિતી પોલીસને આપવામાં આવી હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામેલા રાજેશભાઈને સંતાનમાં એક દીકરો અને બે દીકરીઓ છે. આ ઘટના બનતા જ ત્રણ સંતાનોએ પિતાની છત્ર છાયા ગુમાવી છે.
જ્યારે બીજા બનાવ વિશે વાત કરીએ તો, આ ઘટના ખોખડદળ નદીના પુલ પાસે ઓમ ઉધોગનગરમાં રહેતા 34 વર્ષના રાસીદ ખાન નામના વ્યક્તિ આજ રોજ સવારે પોતાના ઘર પાસેથી બેભાન હાલતમાં મળી આવ્યા હતા. પછી તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે રાશિદ ખાનનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે. ઘટનાની માહિતી મળ્યા બાદ આજીડેમ પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પછી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામેલ રાશિદખાન મૂળ યુપીના વતની અને રાજકોટમાં રહીને મજૂરી કામ કરતા હતા. મૃત્યુ પામેલો રાશિદખાન છ બહેનોનો એકનો એક ભાઈ હતો. આ ઘટના બનતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment