હાલમાં બનેલી એક દુખદ ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બે વિદ્યાર્થીઓ સાથે કંઈક એવું બન્યું કે બંનેનું તડપે તડપીને મોત થયું છે. જાણવા મળી રહ્યું છે કે ધોરણ 12 માં અભ્યાસ કરતા બંને વિદ્યાર્થીઓનું મંગળવારના રોજ સ્વાતંત્ર દિવસના દિવસે ડેમમાં ડૂબી જવાના કારણે મોત થયું છે. વિગતવાર વાત કરીએ તો ગઈકાલે ચાર મિત્રો શાળામાંથી બહાર ફરવા માટે ગયા હતા.
ચારેય મિત્રો ડેમ પાસે ફોટો પડાવવા ગયા હતા. આ દરમિયાન ડેમના ઊંડાણમાં ફોટો પાડતી વખતે આ દુર્ઘટના બની હતી અને બે વિદ્યાર્થીઓનું મોત થઈ ગયું હતું. આ ઘટનામાં મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ દેવેન્દ્ર શર્મા અને ઋષભ ધ્રુવ હતું. આ બંને ગઈકાલે પોતાના શાળાના મિત્રો સાથે બપોરના લગભગ એક બે વાગ્યાની આસપાસ હસદેવ નદીમાં ઉતર્યા હતા.
આ દરમિયાન 19 વર્ષનો દેવેન્દ્ર શર્મા અને 18 વર્ષનો ઋષભ ધ્રુવ બંને પાણીમાં થોડીક ઊંડાણમાં જઈને ફોટો પડાવી રહ્યા હતા. ઓમ ગુપ્તા નામનો વિદ્યાર્થી બંનેના ફોટો લઈ રહ્યો હતો. આ દરમિયાન દેવેન્દ્રનો પગ લપસે છે અને તે વહેતા પાણીમાં તણાવવા લાગ્યો હતો. આ દરમિયાન રૂષભ દેવેન્દ્રને બચાવવાનો પ્રયાસ કરે છે. પરંતુ પાણીના જોરદાર પ્રવાહના કારણે તે પણ પાણીમાં તણાઈ ગયો હતો.
આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે સ્થાનિક તરવૈયાઓની મદદથી પાણીમાં ડૂબી ગયેલા બંને યુવકોની શોધખોળ શરૂ કરી દીધી હતી. ત્યારે લગભગ સાંજના છ વાગ્યાની આસપાસ બંને યુવકોના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
બંનેના મોતના સમાચાર મળતા જ બંનેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી હતી. હાલમાં તો પોલીસ મૃત્યુ પામેલા બંને યુવકોના મિત્રોની પૂછપરછ કરી રહે છે કે કેવી રીતે અને ક્યારે આ ઘટના બની. આજરોજ મૃત્યુ પામેલા બંને યુવકોના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment