આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં બનેલી એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં નવસારીના ધારીગીરી ગામમાંથી યુવાનોનું ગ્રુપ બાઈક લઈને સાપુતારા જવા માટે નીકળ્યું હતું. ત્યારે બે યુવકોને ચીખલીના વાંઝણા ગામ પાસે અકસ્માત નડ્યો હતો. અકસ્માતની ઘટનામાં બંને યુવકોનું મોત થયું હતું.
ચીખલીના વાંઝણા ગામ પાસે બાઈક સ્લીપ ખાઈ જતા સામેથી આવી રહેલા ટ્રક સાથે બાઈક અથડાઈ હતી. જેના કારણે ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં એક યુવકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જ્યારે અન્ય યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. મૃત્યુ પામેલા બે યુવકો માંથી એક યુવક તેના પરિવારનો એકનો એક દીકરો હતો.
મિત્રો ચોમાસાની ઋતુ આવે એટલે, મોટી સંખ્યામાં ગુજરાતીઓ સાપુતારા જતા હોય છે. અનેક યુવાનો એવા છે જેવો બાઈક લઈને પણ સાપુતારા જવાનું વધારે પસંદ કરતા હોય છે. પરંતુ ધારીગીરીમાં રહેતા બે યુવકોને ક્યાં ખબર હશે કે સાપુતારા બાઈક લઈને જતી વખતે રસ્તામાં તેમને કાળ ભરખી જશે.
મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે 10 યુવકોનું ગ્રુપ સાપુતારા જવા માટે નીકળ્યું હતું. આ દરમિયાન રસ્તામાં એક 22 વર્ષના અને 23 વર્ષના યુવકને અકસ્માત રડ્યો હતો અકસ્માતની ઘટનામાં એકનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે બીજાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ ઘટનાની જાણ થતા જ મૃતક યુવકોના પરિવારજનોમાં માતમ છવાઈ ગયો હતો.
મળતી માહિતી અનુસાર જ્યારે બંને યુવક બાઈક પર જતા હતા. ત્યારે અચાનક જ તેમની બાઈક સ્લીપ ખાઈ ગઈ હતી અને બંને રોડ પર પટકાયા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થતાં એક ટ્રકની અડફેટેમાં બંને યુવકો આવી ગયા હતા. જેના કારણે બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને બંનેનું દુઃખદ નિધન થયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment