રક્ષાબંધનના બે દિવસ બાદ બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટના સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. આ ઘટનામાં રક્ષાબંધનના બે દિવસ બાદ 5 ભાઈઓએ મળીને પોતાની બહેન અને તેના પ્રેમીનો જીવ લઈ લીધો હતો. જેમાં ભાઈઓએ પોતાની બહેનનું ગળુ દબાવીને તેનો જીવ લઈ લીધો અને બહેનના પ્રેમી ઉપર ગોળી ચલાવીને તેનો જીવ લઈ લીધો હતો.
આ રુવાટા ઉભા કરી દેનારી ઘટના મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના ચોપડા શહેરમાં બની હતી. અહીં એક શબ્દ ભાઈએ પોતાના ચાર પિતરાય ભાઈઓ સાથે મળીને રક્ષાબંધનના બે દિવસ બાદ બહેન અને તેના પ્રેમીનો જીવ લઈ લીધો હતો. મળતી માહિતી અનુસાર બહેનના પ્રેમના કારણે સમાજમાં બદનામી થઈ રહી હતી.
આ કારણોસર ભાઈઓએ મળીને બહેન અને તેના પ્રેમીનો જીવ લઈ લીધો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ પોલીસ સ્ટેશનમાં જઈને મુખ્ય આરોપીએ આત્મસમર્પણ કર્યું હતું. ચોપડા ગામમાં 22 વર્ષીય રાકેશ સંજય રાજપૂત નામનો યુવક 20 વર્ષીય વર્ષા સાધના કોલી નામની યુવતીને પ્રેમ કરતો હતો. બંને છેલ્લા ચાર વર્ષથી એકબીજાના પ્રેમમાં હતા.
કેટરીંગનું કામ કરતો રાકેશ વર્ષાની ઘરે આવતો જતો હતો. પરિવારના લોકો રાકેશ અને વર્ષાના સંબંધનો વિરોધ કરતા હતા. જેના કારણે રાકેશ ઘરે આવે તે વર્ષાના પરિવારના લોકોને પસંદ ન હતું. વર્ષાના પરિવારને લાગતું હતું કે આ કારણોસર સમાજમાં તેમની બદનામી થઈ રહી છે.
મળતી માહિતી અનુસાર ગઈ 12 ઓગસ્ટે રાત્રિના સમયે રાકેશ વર્ષાના ઘરે ગયો હતો. આ દરમિયાન વર્ષાનો નાનો ભાઈ રાકેશ સાથે ઝઘડવા લાગ્યો હતો. આ ઘટના બની ત્યારે ત્યાં અન્ય પિતરાઈ ભાઈઓ પણ હતા. મળતી માહિતી અનુસાર પાંચેય ભાઈઓ મળીને વર્ષા અને રાકેશને બળજબરીપૂર્વક અલગ અલગ બાઈક પર લઈ ગયા હતા.
ત્યાં વર્ષાના સગા ભાઈએ વર્ષાની નજરની સામે રાકેશ ઉપર ગોળી ચલાવી હતી. ત્યારબાદ બધા ભાઈઓએ ભેગા મળીને રૂમાલની મદદથી વર્ષાનુ ગળુ દબાવીને પોતાની બહેનનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ ઘટનાનો મુખ્ય આરોપી પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment