આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં બે સગા ભાઈઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. બંનેનું મોત થતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે. ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો 26 વર્ષના વિજય નામના યુવકને ગ્રેડ થર્ડમાં નોકરી મળી હતી.
તે નોકરીમાં જોડાવા માટે પોતાની બાઈક લઈને ગંગાપુર સીટી જઈ રહ્યો હતો. આ દરમિયાન વિજયની સાથે તેનો નાનો ભાઈ આકાશ પણ હતો. ત્યારે શનિવારના રોજ સવારે પાંચ વાગ્યાની આસપાસ NH-11B પર તેમની બાઇકને એક ટ્રકે જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે અકસ્માતની ઘટનામાં બંને ભાઈઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને બંનેનું એક સાથે કરુણ મોત થયું હતું.
આ અકસ્માતની ઘટના રાજસ્થાનમાંથી સામે આવી રહે છે. જાણવા મળી રહ્યું છે કે, પાંચ ભાઈ-બહેનોમાં વિજય અને આકાશ સૌથી નાના હતા. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વિજય અને આકાશનો મોટો ભાઈ સંદીપ દિલ્હીમાં નોકરી કરે છે. જ્યારે તેમની બંને બહેનોના લગ્ન થઈ ગયા છે.
જાણવા મળી રહ્યું છે કે વિજય છેલ્લા ત્રણ વર્ષથી શિક્ષકની ભરતીની તૈયારી કરી રહ્યું હતું. જ્યારે આકાશ પણ તેના ભાઈની જેમ શિક્ષક બનવાનું સપનું જોઈ રહ્યો હતો. તેવામાં આકાશ અને વિજયનું મોત થતા હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે.
મૃત્યુ પામેલા બંને ભાઈઓની માતાની બંને કિડનીઓ પાંચ વર્ષ પહેલા ફેલ થઈ ગઈ હતી. જ્યારે મૃતક ના પિતા દિલ્હીમાં મજૂરી કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતા હતા. પરંતુ તેમની પત્નીની તબિયત ખૂબ જ ખરાબ હોવાના કારણે તેઓ બધું છોડીને ગામ આવી ગયા હતા.
આ બધી પરિસ્થિતિ વચ્ચે આકાશ અને વિજયનું મોત થતા પરિવાર પર દુઃખનો પહાડે તૂટી પડ્યો છે. ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. બંને ભાઈઓની એક સાથે અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment