કામ કરીને બાઇક પર ઘરે જતા 2 ભાઈઓને ઝડપી કારે કચડી નાખ્યા, બંનેનું કમકમાટીભર્યું મોત… બંનેની અર્થી ઉઠતા આખું ગામ હિબકે ચડ્યું…

દેશભરમાં અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે ત્યારે સોમવારના રોજ રાત્રે 10:00 વાગ્યાની આસપાસ બનેલી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક ઝડપી કારે એક બાઈકને સામેથી જોરદાર ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર બે પિતરાઈ ભાઈઓના મોત થયા હતા. જેમાંથી એક ભાઈનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું.

જ્યારે બીજા ભાઈને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલ લઈને જતા હતા, ત્યારે રસ્તામાં તેનું મોત થયું હતું. પિતરાઈ ભાઈઓના મોત થતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અકસ્માતની ઘટના રાજસ્થાનના અલવર શહેરના અલવલી વિહાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં ભુપેન્દ્ર અને મોનું નામના પિતરાઈ ભાઈએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃત્યુ પામેલા ભુપેન્દ્રની ઉંમર 28 વર્ષની હતી. જ્યારે મૃત્યુ પામેલા મોનુંની ઉંમર 24 વર્ષની હતી. મળતી માહિતી અનુસાર બંને ભાઈઓ એક સલૂનમાં કામ કરતા હતા.

કામ પતાવીને રાત્રે બંને બાઈક લઈને ઘરે આવી રહ્યા હતા. આ દરમિયાન રસ્તામાં સામેથી આવતી એક ઝડપી કારે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. અકસ્માત આટલો ભયંકર હતો કે આ ઘટનામાં ભુપેન્દ્ર નું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ત્યારબાદ ઇજાગ્રસ્ત થયેલા મોનુંને સારવાર માટે હોસ્પિટલ લઈને જતા હતા. આ દરમિયાન રસ્તામાં તેનું પણ મોત થઈ ગયું હતું. બંને ભાઈઓના મોતના સમાચાર મળતા જ હસતા ખેલતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. બંનેના માતા પિતા ખેતી અને મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*